Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

વિપુલ ચૌધરી વિસનગરથી આપના નેજા હેઠળ ચૂંટણી લડે તેવા સંકેત

 

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૧૨
ગઇકાલે કેટલીક સીટો માટે એનસીપી અને કોંગેસના ગઠબંધનની જાહેરાત થઇ હતી. એવી જ રીતે અન્ય એક ચૂંટણી ગઠબંધનના અણસાર પણ જણાય રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વહેતી ગંગામાં હાથ ધોઈને સૌ કોઇ પોતાનું હિત સાધી લેવામાં લાગી ગયા છે. ગુજરાતમાં આપ અને અર્બુદા સેનાનું ગઠબંધન થાય તેવા સંકેત મળી રહ્યા છે. અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેના લીધે મહેસાણાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આગામી ૧૫મી નવેમ્બરે ગાંધીનગરના ચરાડા ખાતે અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાશે. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા અર્બુદા સેના સાથે ગઠબંધનની જાહેરાત કરવામાં આવશે અને વિપુલ ચૌધરી પણ એ જ સમયે વિધિવત રીતે આપમાં જાેડાશે. અર્બુદા સેનાના મહામંત્રી રાજુભાઇ ચૌધરીએ નિવેદન આપ્યું છે કે, આગામી ૧૫ નવેમ્બરના રોજ અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જાેડાશે. ગાંધીનગરના ચરાડામાં અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાશે. જેમાં અર્બુદા સેના પોતાનું રાજકીય સ્ટેન્ડ નક્કી કરશે. જાેકે, આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વિસનગર વિધાનસભા સીટ પર ભાજપે ઋષિકેશ પટેલને ટિકિટ આપતા વિપુલ ચૌધરી આપમાં જાેડાઈ વિસનગરથી ચૂંટણી લડશે. વિસનગર વિધાનસભા સીટ પર આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે. વર્ષ ૧૯૯૫થી લઇને ૨૦૧૭ સુધી વિસનગર સીટ પર ભાજપનો વિજય થયો છે. વર્ષ ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૭માં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિજેતા બન્યા હતા. ૨૦૨૨માં અહીંથી ઋષિકેશ પટેલને પણ ટિકિટ મળી છે. ઉલ્લેખનીય છે કે, વિપુલ ચૌધરી અને તેમનું જૂથ સતત આરોપ મૂકી રહ્યું છે કે, વિપુલ ચૌધરીના જેલ ગમન પાછળના કારણોમાં ઋષિકેશ પટેલનો હાથ છે.

Related posts

ગુજરાતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કૌભાંડો અટકાવવા ખર્ચ માટે ખાસ નિતી બનાવાશે

saveragujarat

ગંભીર રીતે ઘાયલ માછીમારનો બચાવ કરતું ભારતીય કોસ્ટ ગાર્ડ

saveragujarat

સિવિલ હોસ્પિટલમાં 52 મું અંગદાન થયું

saveragujarat

Leave a Comment