Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો, બનશે જનતાની સરકાર, ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું દેવું માફ

 

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૧૨
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા મતદારો અને રાજયના પ્રજાજનોને લોભામણી જાહેરાતો અને વચનો આપતો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. રઘુ શર્મા, શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓની હાજરીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ‘બનશે જનતાની સરકાર’ના નામે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે.
મેનિફેસ્ટોની મુખ્ય વાતો
– ૩ લાખ સુધીનું ખેડૂતોનું દેવું માફ
– મફતના સ્થાને અધિકારો પર ભાર
– સ્થાનિક રોજગારી ઉભી કરવા પર ભાર
– ૩૦૦ યુનિટ ફ્રી વીજળી
– ખેડૂતોને ૧૦ કલાક ફ્રી વીજળી
– વર્ષે ૨૫ હજારનો ફાયદો કરાવવાનો વાયદો
– વધુમાં વધુ રોજગારી આપવાનું વચન
– ૫૦૦ રૂપિયાના ભાવે ગેસ સિલિન્ડર અપાશે
– સૈન્ય એકેડેમી ખોલશે
– સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે ૫૦% અનામત
– કેજીથી પીજી સુધી શૈક્ષણિક ખર્ચ માટે ૨૦ હજાર સુધીની શિષ્યવૃત્તિ
– સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવા માટે જનતા મેડિકલ સ્ટોરની સુવિધા
– ખેત પેદાશના પોષણક્ષણ ભાવ માટે ભાવ નિર્ધારણ સમિતિ
– કામધેનુ ગૌસંવર્ધન યોજના હેઠળ પ્રતિ વર્ષ ૧ હજાર કરોડનું બજેટ
– માછીમારો માટે માછીમાર વિકાસ નિગમની પુનઃ રચના કરાશે
– શ્રમિકોને સમાનકામ અને સમાન વેતનનો લાભ મળશે
– પીએફ, ઈએસઆઈ અને બોનસલનો લાભ અપાશે
– શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓના નામનુ મળશે ઘરનું ઘર
– પંચાયતમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરાશે
– સરકારી – અર્ધ સરકારી સંસ્થાઓમાં ૧૦ લાખ ખાલી જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાથ ધરાશે
– બેરોજગાર યુવક-યુવતીઓને મહિને રૂ. ૩૦૦૦ સુધીનું બેકારી ભથ્થું મળશે
– ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ લેબર કે આઉટસોર્સિંગના બદલે કાયમી નોકરી
– છેલ્લા દસ વર્ષ કે તેનાથી વધારે સમયથી કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને ફિક્સ પગાર પર કામ કરનારાઓને કાયમી કરાશે
– સરકારી નોકરીની ભરતીમાં થતી ગેરરીતિને રોકવા અને આરોપીઓ માટે વિશેષ ‘ભરતી ભ્રષ્ટાચાર નિવારણ કાયદો’ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના
– નિયમિત ધોરણે ભરતીની પ્રક્રિયા માટે ભરતી કેલેન્ડર અને તેનો ચોકસાઈ ભર્યો અમલ
– સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇન્ટરવ્યુ માટે ઉમેદવારોને ફ્રી બસ પાસ તથા રહેવાની વ્યવસ્થા
– ફિલ્ડ માર્શલ ‘સેમ માણેકશા મિલિટ્રી એકેડમી’ ની રચના, જેમાં ગુજરાતના યુવક – યુવતીઓને લશ્કરમાં ભરતી માટે તૈયારી અને માર્ગદર્શન
– ‘વિશ્વકર્મા હુનર નિર્માણ યોજના’ – વારસાગત હુનર ધરાવનાર સમાજાેના યુવાનોને કૌશલ્ય વિકાસ માટે પ્રોત્સાહનો અને આર્થિક સહાય.
– દરેક શહેર, તાલુકા મથકે પરંપરાગત કારીગરોને સ્વરોજગારી માટે જીઆઈડીસી વસાહતોનું નિર્માણ
– સેવા આપનાર અને સેવા વાપરનાર તેમજ નોકરી આપનાર અને નોકરીના અરજદાર વચ્ચે સીધા સંપર્ક માટે ઈ – પોર્ટલ ની સ્થાપના
– જાતિ આધારિત વસતી ગણતરી અન કાયમી અનામત આયોગની રચના
– સંતુલિત ઔદ્યોગિક નીતિ
– મોટેરા સ્ટેડિયમનું નામ ફરી સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ કરાશે
– સ્થાનિક સિરામિક ઉદ્યોગ, એન્જિનિયિંગ ઉદ્યોગ,કાપડ અને હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ ક્લસ્ટર
– પ્રદૂષણ મુક્ત ગુજરાત બનાવીશું
– બંદરગાહ,ઊર્જા અને ઈન્ફરાસ્ટ્રક્ચર
– બારમાસી બંદરોનો વિકાસ
– લંપીથી મૃત્યુ પામેલ ગૌમાતાના કિસ્સામાં વળતર-સહાય આપવામાં આવશે
– પશુચારો અને ખાણદાણના ભાવ વધારાનું નિયમન કરવામાં આવશે
– કોંગ્રેસના શાસનનમાં મહાનગરપાલિકાઓમાં
કોંગ્રેસનો ઝૂંપડાવાસી અને ગરીબોને આગામી પાંચ વર્ષમાંમકાનો પૂરા પાડવા ‘ઘરનું ઘર’ યોજના શરૂ કરાશે. પાંચ વર્ષમાં ૨૫ લાખ મકાનોનું નિર્માણ
શિક્ષણ
– ઈતર પ્રવૃત્તિના નામે લેવાતી ઉંચી શિક્ષણ ફી અને ડોનેશન્સ પર પ્રતિબંધ, પ્રવર્તમાન શિક્ષણ ફી ને સ્થગિત કરી તાત્કાલિક ફી માં ૨૦%નો ઘટાડો
પશુપાલન
– લંપીથી મૃત્યુ પામેલ ગૌમાતાના કિસ્સામાં વળતર-સહાય
– પશુચારો અને ખાણદાણના ભાવ વધારાનું નિયમન કરવામાં આવશે
સૌને ઘરનું ઘર
– ઘર ઘર સુધી પીવાનું સ્વચ્છ પાણી, પાકા રસ્તા,ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ ગાર્ડન, લાઈબ્રેરી, જિમ્સ, બાલભવન, દવાખાના
– ઝૂંપડા વસાહતો અને ચાલીઓમાં કોઈ શરતો વિના ગટર, પાણી, લાઈટની સુવિધા
– વસ્તી મુજબ શૌચાલયોની વ્યવસ્થા
એસસી, એસટી, ઓબીસી, લઘુમતી
– વસ્તી ગણતરીના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીમાં સમાજના લોકો માટે ભાજપે રદ કરેલ અનામત પુનઃ લાગુ કરાશે
– ભરતીમાં ચડતા ક્રમથી અગ્રીમતી આપી અંત્યોદયના સિદ્ધાંતોનો અમલ કરાશે
પંચાયતી રાજ
– ભાજપે પંચાયતો પાસેથી છીનવેલ સત્તા, કાર્યો સુપરત કરાશે
– મનરેગામાં ભ્રષ્ટાચાર અટકાવી સમયસર ચૂકવણુ થાય માટે અગ્રીમતા અપાશે
મહિલા સુરક્ષા
– મહર્ષિ દયાનંદ સરસ્વતી જ્ઞાન યોજના હેઠળ મેડિકલ, ઈજનેરી, એમબીએમાં પ્રવેશ લેનાર છાત્રાઓને ફ્રી લેપટોપ
– આઠ મહાનગરોમાં મહિલાઓ માટે રાહત દરે મુસાફરી
ખેડૂત
– દરેક ગામમાં જળસંગ્રહ માટે તળાવો- વરસાદી/કેનાલના પાણીથી ભરવાની યોજના
– કૃષિ ક્ષેત્ર -ખેડૂતના વિકાસને અગ્રિમતા અપાશે
માછીમાર
– માછીમારી પ્રવૃત્તિને ઉદ્યોગનો દરજ્જાે અપાશે
– માછીમારોનું રૂ.૩ લાખ સુધીનું દેવુ માફ
પર્યાવરણ સુરક્ષા
– ૫ વર્ષમાં રાજ્યને પ્રદૂષણ મુક્ત બનાવવા સઘન પગલા
– તમામ નદીઓમાં પ્રદૂષણમુક્ત કરવા એક્શન પ્લાન
વ્યાપાર ઉદ્યોગ
– વીજળીના દર,પ્રોપર્ટી ટેક્સ, પરિવહન, ટોલટેક્સ, જીએસટી દર, રો-મટિરિયલ, રોયલ્ટી દર, વ્યાજદરોની સમીક્ષા કરાશે
– ઈન્કમ ટેક્સની મર્યાદામા પગાર/આવક ધરાવનારને વ્યવસાય વેરો માફ કરાશે
ઈન્ફ્રાસ્ટ્રક્ચર
– કૃષિ ક્ષેત્રે ૨૫ વર્ષની જરૂરિયાતોનું આયોજન
– વીજળી ઉત્પન્ન કરી શકે માટે ૨ દ્ભફની સોલર પેનલ સબ્સિડી
લોકશાહી
– બિલકીસ બાનુ કેસના આરોપીઓની સજા માફ કરવાના ર્નિણયને રદ કરવાની કાર્યવાહી કરાશે
મોંઘવારી
– શિક્ષણ, આરોગ્યના વ્યાપારીકરણ પર રોક
– નાગરિકો પાસેથી લેવાતા ભારેખમ ટેક્સમાં ૨૦ ટકાનો ઘટાડો
રોજગાર
– સરકારી નોકરીની ભરતીમાં થતી ગેરરીતિ અને વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓને રોકવા ભ્રષ્ટ્રાચાર નિવારણ કાયદો અને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના
કલા-સંસ્કૃતિ-અસ્મિતા
– પ્રથમ કેબિનેટમાં જ સરદાર પટેલ સાહેબનું સન્માન પુનઃ સ્થાપિત કરવામાં આવશે
– વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોદ વધે તે માટે પ્રયાસ

Related posts

અંબાજી ખાતે ધાર્મિક અને સેવાભાવી એવા હેમંતભાઈ દવે દ્વારા દશામાના વ્રત નું આગમન થતાં ૫૫૧ મૂર્તિઓ નું વિતરણ કરાયું

saveragujarat

ચૂંટણી પૂરી થતાં જ પ્રજા ભૂલાઈ ગઈ : અમિત ચાવડા

saveragujarat

એપ્રિલથી પેઈનકિલરથી લઈને એન્ટિબાયોટિક્સ દવાઓ મોંઘી થશે

saveragujarat

Leave a Comment