Savera Gujarat
Other

ગુજરાતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કૌભાંડો અટકાવવા ખર્ચ માટે ખાસ નિતી બનાવાશે

સવેરા ગુજરાત, ગાંધીનગર, તા. ૪
ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચુંટણીઓ પહેલા રાજ્યની તમામ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં વિકાસના કામોને લઈ સ્વભંડોળના ખર્ચ માટેની ખાસ અલગ નીતિ બનાવવાનો ર્નિણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તો બીજી તરફ રાજયના વિકાસ કમિશ્નરે સ્વભંડોળ ખર્ચ માટેની ખાસ નીતિ તૈયાર કરવાની કવાયત શરૂ કરી છે. જે આ મહિનાના અંત સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે અને ત્યારબાદ તેના કડક અમલીકરણ માટેની સ્પષ્ટ સૂચનાઓ જારી કરવામાં આવશે સૂત્રો તરફથી મળતી મુજબ રાજ્યમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં વિકાસના કામો માટે વપરાતા સ્વભંડોળની હાલની સ્થિતિ ચિંતા નો વિષય બની છે તો બીજી તરફ આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પગલે પંચાયત બોર્ડના સભ્ય દ્વારા આડેધડ કામો સૂચવવામાં આવી રહ્યા છે જ્યારે નાણામંત્રાલય દ્વારા વેડફાતી ગ્રાન્ટને અટકાવવાના પ્રયાસો કરવામાં ત્યારે ગામડાઓમાં વિકાસના ચોક્કસ કામો હાથ ધરાય તે હેતુથી પંચાયતો માટે સ્વભંડોળ અંગેની અલગ ચોક્કસ નીતિ તૈયાર થઈ રહી છે. અને આ માટે વિકાસ કમિશનર દ્વારા ખાસ કમિટીની રચના કરવામાં આવી છે ત્યારે આ કમિટી સ્વભંડોળ ખર્ચ માટે બની રહેલી અલગ નીતિ અંગે બે સપ્તાહમાં અભિપ્રાય વિકાસ કમિશનરને સુપ્રત કરશે અને આ માટે તબક્કાવાર બેઠકો કરવામાં આવી રહ્યું હોવાના અહેવાલ સૂત્ર તરફથી જાણવા મળ્યા છે નોંધણી છે કે ચૂંટણી વર્ષના કારણે જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના સભ્યોને ખુશ કરવા ઉપરાંત તેમના વિસ્તારોના વિકાસના કામો હાથ ધરવા સ્વભંડોળની રકમ છુટા હાથે ફાળવવામાં આવતી હોવાનું સરકારના ધ્યાને આવ્યું છે ત્યારે આ પરિસ્થિતિને પારખી જનતાના સેવકો વિકાસના નામે કોઈ કૌભાંડ કરે નહીં તે માટે પંચાયતોના સ્વપંડોમાં ખર્ચ માટે અલગ નીતિ બનાવવાનું સરકારે નક્કી કર્યું છે જેના ભાગરૂપે આ કવાયત શરૂ થઈ હોવાના અહેવાલ છે.

Related posts

દુબઈમાં ભારતીયને ૧.૨ કરોડ પરત ન કરતા એક માસની કેદ

saveragujarat

ઈડર ખાતે વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામા આવી.

saveragujarat

બાયડ – માલપુરના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા વિટામિન પાવડરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું

saveragujarat

Leave a Comment