Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

ભારતીય જનતા પાર્ટીની બીજી યાદી જાહેર, છ બેઠક પર નામ જાહેર

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૧૨

આજે શનિવારે સવારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપ દ્વારા બીજી યાદીમાં કુલ છ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ધોરાજીથી મહેન્દ્ર પાડલિયા, ખંભાળિયાથી મુળુબાઈ બેરા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરા, ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા, ડેડિયાપાડાથી હિતેશ વસાવા, ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. આમ, અત્યાર સુધી ભાજપ દ્વારા કુલ ૧૬૬ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં ભાવનગર પૂર્વમાં વિભાવરીબેન દવેની ટિકિટ કપાઇ છે. વિભાવરીબેનના સ્થાને શહેર ભાજપ પ્રમુખના પત્ની સેજલ પંડ્યાને ટિકિટ મળી છે. ચોર્યાસી બેઠક પર ઝંખનાબેન પટેલની ટિકિટ કપાઇ છે. વર્ષ ૨૦૧૭માં ધોરાજી બેઠક પરથી હરી પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે ભાવનગર અને ચોર્યાસી બેઠક પર નવા ચહેરાને ટિકિટ આપવામાં આવી છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે ૧ અને ૫ ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે ૮ ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે ૧૪ નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે ૧૫ નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. ૧૭ નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે ૧૦ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં ૧૭ નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે ૧૮ નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને ૨૧ તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ ૪,૯૦,૮૯,૭૬૫ મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં ૧૧,૬૨,૫૨૮ નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં ૨,૫૩,૩૬,૬૧૦ પુરૂષ અને ૨,૩૭,૫૧,૭૩૮ મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, ૪ લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં ૧,૪૧૭ જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે. ગુજરાતમાં ૧૪મી વિધાનસભાની ચૂંટણી ૯મી ડિસેમ્બર, ૨૦૧૭ અને ૧૪ ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. ૧૮મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જાેકે, ૨૦૧૨ની ચૂંટણીની સરખામણીમાં કાૅંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં ૧૯૮૫ પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને ૯૯ બેઠક મળી હતી. કાૅંગ્રેસને ૭૭ બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

Related posts

જામનગર જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીનો શુભારંભ કરાવતા કલેકટર ડૉ સૌરભ પારધી

saveragujarat

દેશભરમાં સિંગલ નોડલ એજન્સી- S.N.A.ની પહેલ કરનાર એકમાત્ર રાજ્ય ગુજરાત બન્યું,જન આરોગ્ય, સુખાકારી- સુવિધામાં ગુજરાત સરકાર ની આગવી પહેલ.

saveragujarat

દ્વારકામા બે સગીર બહેનો સાથે દુશ્કર્મનો મામલો- પવિત્ર ભુમિને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી

saveragujarat

Leave a Comment