Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

ભાજપે ૧૬૦ની યાદી જાહેર કર્યા બાદ આંતરિક વિરોધ

સવેરા ગુજરાત અમદાવાદ, તા.૧૧
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ભાજપ દ્વારા ૧૬૦ ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. જાેકે આ યાદી જાહેર થયા બાદ ભાજપમાં જ વિરોધ જાેવા મળી રહ્યો છે. ઘણા દિગ્ગજ નેતાઓના નામો કપાયા છે. તો પક્ષપલ્ટુઓ પર ભાજપ મહેરબાન થઈ છે. સનિષ્ઠ અને પાયાના કાર્યકરોમાં પણ નિરાશા જાેવા મળી રહી છે. ટિકિટ ન મળતા કેટલાક નેતાઓ કમલમ ખાતે પણ રજુઆત કરી રહ્યા છે.
પાદરા, વાઘોડિયા અને કરજણ બેઠક પર પણ કાર્યકરો નિરાશ થયા છે. પાદરા બેઠક અહીં ૨૦૧૭ની ચૂંટણીમાં પરથી ભાજપના ઉમેદવાર દિનેશ પટેલનો વિજય થયો હતો. જાેકે આ ચૂંટણીમાં તેમને ટિકિટ ન અપાતા કાર્યકરોમાં નિરાશા જાેવા મળી રહી છો. આ વખતે ભાજપે પાદરા બેઠક પરથી ચૈજન્યસિંહ ઝાલાને ટિકિટ આપી છે.વાઘોડિયા બેઠકની વાત કરીએ તો અહીં દબંગ ધારાસભ્ય મધુશ્રીવાસ્તવનો દબદબો વર્ષોથી જાેવા મળી રહ્યો છે, તેઓ આ બેઠક પરથી છ ટર્મની ચૂંટાતા આવ્યા છે. જાેકે આ વખતે તેમની પણ ટિકિટ કપાતા દબંગ ધારાસભ્ય નારાજ થયા છે. ભાજપમાં વર્ષોથી કાર્યરત રહેવા છતાં કદર ન થતાં મધુશ્રીવાસ્તવ અપક્ષમાંથી ચૂંટણી લડવાની તૈયારીઓમાં જાેતરાઈ ગયા છે.
વિસનગર બેઠકના ગત વર્ષના ઉમેદવારને આ વર્ષે પણ યથાવત્‌ રાખવામાં આવ્યા છે. ભાજપે આ ચૂંટણીમાં વિસનગર બેઠક પરથી ઋષિકેશ પટેલને ટિકિટ આપી રિપિટ કર્યા છે. તો આજે વિપુલ ચૌધરીએ આપમાંથી ચૂંટણી લડતવાની જાહેરાત કરતા જ ઉત્તર ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. જાેકે વિસનગરમાં છેલ્લા ઘણા સમયમથી ચૌધરી સમુદાયમાં વિપુલ ચૌધરીને લઈ વિરોધ જાેવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં ઋષિકેશ પટેલ અને વિપુલ ચૌધરી વચ્ચે પણ સ્પર્ધા જાેવા મળશે. જાેકે તેમના ભાવિનો ફેંસલો વિસનગરના આશરે અઢી લાખ મતદારો જ કરશે.ભાજપે ઉમેદવારોના નામોની જાહેરાત કરતા જ સૌથી મોટો ઉલટફેર મહેસાણામાં જાેવા મળ્યો છે. મહેસાણામાં વર્ષોથી રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો દબદબો જાેવા મળી રહ્યો છે. જાેકે આ વખતે નીતિન પટેલે સ્વેચ્છાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતા ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મહેસાણા હેઠક પરથી વર્ષ ૧૯૯૦માં ભાજપના ઉમેદવાર ખોડાભાઇ પટેલ ધારાસભ્ય બન્યા હતા. આ બેઠક પર ભાજપની પહેલી જીત હતી. વર્ષ ૧૯૯૫માં ખોડાભાઇ પટેલ ફરી વિજેતા બન્યા હતા. વર્ષ ૨૦૦૨માં એપોલો ગ્રુપના અનિભાઇ પટેલ ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ પણ વિજેતા બન્યા હતા. છેલ્લા બે ટર્મથી એટલે કે વર્ષ ૨૦૧૨ અને વર્ષ ૨૦૧૭થી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ મહેસાણા બેઠક પર વિજેતા બન્યા છે. આ વખતે ભાજપમાંથી અહીં મુકેશ પટેલ ચુંટણીમાં ઉભા રહ્યા છે.આ ચૂંટણીમાં ‘નો રિપિટ’ની વાયુ વેગે ફેલાયેલી વાત બાદ ઉમેદવારોના નામો જાહેર થતા કાર્યકરો ખફા થયા છે. કરજણ બેઠકની વાત કરીએ તો અહીં અક્ષય પટેલને રિપિટ કરવામાં આવ્યા છે. હાલ ભાજપ બોટાદના ઉમેદવારને લઈને પણ વિરોધનો સામનો કરી રહ્યું છે. અહીં ભાજપે નવા ચહેરાને ઉતારતા જ વિરોધના સૂરો જાેવા મળી રહ્યા છે. ભાજપે બોટાદમાં ઘનશ્યામ વિરાણી ટિકિટ આપી છે, તો આ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ટિકિટ આપી છે. બોટાદની વાત કરીએ તો અહીં કુલ ૨.૮૮ લાખથી વધુ મતદારો છે.વિજાપુર બેઠક પરથી ભાજપે રમણ પટેલને ટિકિટ આપી છે, જેને લઈ સ્થાનિક કાર્યકરોમાં કચવાટ શરૂ થયો છે. આ ચૂંટણીમાં રમણ પટેલનો સામનો આમ આદમી પાર્ટીના ચિરાગ પટેલ સામે થશે. વિજાપુર બેઠક હાલ ૨.૨૪ લાખ મતદારો છે. આમ ભાજપે ઉમેદવારોની જાહેરાત કરતા ઘણા જિલ્લાઓમાં નેતાઓ અને કાર્યકરોમાં નિરાશા જાેવા મળી રહી છે.

Related posts

સેન્સેક્સમાં ૩૧૭, નિફ્ટીમાં ૯૨ પોઈન્ટનો કડાકો થયો

saveragujarat

સેન્સેક્સમાં ૩૧૧, નિફ્ટીમાં ૧૦૦ પોઈન્ટનો કડાકો બોલાયો

saveragujarat

ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી ગરમી જાેર પકડશે અને મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીની આસપાસ પહોંચશે

saveragujarat

Leave a Comment