Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સેન્સેક્સમાં ૩૧૧, નિફ્ટીમાં ૧૦૦ પોઈન્ટનો કડાકો બોલાયો

મુંબઈ, તા.૨૦
વૈશ્વિક બજારમાં નબળા વલણ વચ્ચે તેલ અને ગેસ તેમજ બેન્ક અને મેટલ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલીથી સ્થાનિક શેરબજારો સોમવારે નીચા મથાળે બંધ રહ્યા હતા. બીએસઈનો ૩૦ શેરવાળો સંવેદનશીલ ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૧૧.૦૩ પોઈન્ટ અથવા ૦.૫૧ ટકાના ઘટાડા સાથે ૬૦,૬૯૧.૫૪ પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી ૯૯.૬૦ પોઈન્ટ અથવા ૦.૫૬ ટકા ઘટીને ૧૭,૮૪૪.૬૦ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.ઓટો અને આઈટી સિવાય અન્ય તમામ સેક્ટર ઈન્ડેક્સ લાલ નિશાન સાથે બંધ થયા છે. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો સપાટ સ્તરે બંધ થયા છે.સોમવારે એચડીએફસીના શેર સેન્સેક્સ પર સૌથી વધુ ૧.૩૩ ટકાના નુકસાન સાથે બંધ થયા હતા. એ જ રીતે મારુતિમાં પણ ૧.૩૩ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો. આ સિવાય કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, ટાઇટન, નેસ્લે ઈન્ડિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંકના શેર એક ટકા કે તેથી વધુના નુકસાન સાથે બંધ થયા છે. અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર સેન્સેક્સમાં સૌથી વધુ ૧.૭૫ ટકા વધીને બંધ રહ્યો હતો. એ જ રીતે ટેક મહિન્દ્રા પણ ૧.૩૫ ટકા વધીને બંધ રહ્યો હતો.સોમવારે યુએસ ડોલર સામે રૂપિયો ૧૦ પૈસા મજબૂત થઈને ૮૨.૭૩ પર બંધ થયો હતો. પાછલા સત્રમાં તે ૮૨.૮૩ના સ્તરે બંધ રહ્યો હતો.જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે ફેડ રિઝર્વની બેઠકની વિગતો બુધવારે જાહેર કરવામાં આવશે. અગાઉ શેરબજારમાં નબળાઈ હતી. એવી અપેક્ષા છે કે ફેડ રિઝર્વ ફુગાવો ઘટાડવા માટે તેનું આક્રમક વલણ ચાલુ રાખી શકે છે. અપેક્ષા મુજબ વૈશ્વિક શેરબજાર પર તેની બહુ અસર થવાની શક્યતા નથી. જાે કે, સતત ઊંચા વ્યાજદરોને કારણે, માંગમાં મંદી અને કંપનીઓના કમાણીના દૃષ્ટિકોણમાં ઘટાડો થઈ શકે છે અને તેના કારણે, આગામી થોડા સમયમાં વલણ સાવચેત રહી શકે છે.

Related posts

લમ્પી સ્કીન ડીસીઝના નિયંત્રણ માટે રાજ્ય સરકાર સતત ચિતિંતઃપશુપાલકોએ સહેજપણ ગભરાવાની જરૂર નથી ઃ પશુપાલન મંત્રી રાધવજીભાઈ પટેલ

saveragujarat

બેટરી ચોર બે બખેડીઓને ઝડપતી ઈડર પોલીસ.

saveragujarat

દીકરીની સલામ દેશને નામ થીમ પર પ્રજાસત્તાક દિનની ઉજવણી

saveragujarat

Leave a Comment