Savera Gujarat
Other

ગુજરાતમાં અનેક ઠેકાણે આવકવેરા વિભાગના દરોડા

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને દરેક પાર્ટી પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં આવકવેરા વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગુજરાતમાં રાજકોટ, ગાંધીધામ , ભુજમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે.
આ દરોડા ફાઈનાન્સ બ્રોકર અને રીયલ એસ્ટેટના ધંધાર્થીઓને ત્યાં પાડવામાં આવ્યા છે. આ દરોડામાં ૨૦૦થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો હતો. મીઠાઈ, રિયલ એસ્ટેટ અને ફાઈનાન્સ સાથે સંકળાયેલા ખાવડા ગ્રુપના ભુજ, ગાંધીધામ, અંજાર સહિતના ૩૦થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગે આજે સવારમાં જ કાર્યવાહી હાથ ધરી હતી. આવકવેરા વિભાગના દરોડાથી સમગ્ર રિયલ એસ્ટેટના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તેની સાથે જ ફાઈનાન્સ બ્રોકરોમાં પણ ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. હાલમાં ૩૦થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગના દરોડા ચાલી રહ્યા છે. ફાઈનાન્સ, પ્રોપર્ટી, સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા ખાવડા ગ્રુપ પર તવાઈ બોલાવવામાં આવી છે. ગાંધીધામ અંજાર અને ભુજમાં ભાગીદારોના રહેઠાણ અને ઓફિસ ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે. દરોડાની તપાસની કાર્યવાહીના અંતે મોટા પાયે બેનામી સંપતિ મળે તેવી શક્યતા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે ૨૦૨૨-૨૩ના નાણાકીય વર્ષમાં રાજકોટ અને અમદાવાદની આવકવેરા વિભાગની ઈન્વેસ્ટીગેશન વીંગ દ્વારા પ્રથમ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Related posts

રેલવેના બે કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા

saveragujarat

‘નો વેક્સીન નો એન્ટ્રી’: આજથી શહેરમાં આ સ્થળોએ પ્રમાણપત્ર બતાવવું ફરજિયાત છે, અન્યથા …

saveragujarat

સિવિલ હોસ્પિટલમાં ૧૫મો વાર્ષિક ‘બ્લેડર એક્સસ્ટ્રોફી- એપિસ્પેડિયાસ સાત દિવસીય વર્કશોપ’ સંપન્ન

saveragujarat

Leave a Comment