Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી ગરમી જાેર પકડશે અને મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીની આસપાસ પહોંચશે

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૧૮
હવામાન વિભાગનું માનવું છે કે, આગામી ચાર દિવસ મહત્તમ અને લઘુત્તમ તાપમાન યથાવત રહેશે. તેમજ એક દિવસમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી લાગે છે. જ્યારે બપોર થતાં જ ઉનાળાની શરૂઆત થઈ હોય તેઓ અહેસાસ થઈ રહ્યો છે.રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં મહત્તમ તાપમાન ૩ થી ૪ ડિગ્રી સુધી વધી ગયું છે. એક સપ્તાહ પહેલા અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી હતું. જે વધીને ૩૧ ડિગ્રીએ પહોંચી ગયું છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી બાદ વધુ એક ગરમીની આગાહી કરવામાં આવી છે.અત્યારે હાલમાં વહેલી સવારે અને રાત્રે બરફીલી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થશે. આજ કારણે ઠંડીમાં આંશિક વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. જેના લીધે પણ તાપમાન ઊંચું જશે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે કે, રાજ્યમાં ઠંડીનું જાેર ધીમે ધીમે ઘટી રહ્યું છે. જેના પરિણામે દિવસે ને દિવસે ગરમીમાં વધારો જાેવા મળી રહ્યો છે. ઠંડીએ આ વખતે મોડા મોડા થથરાવ્યા બાદ હવે ધીમે ધીમે ગરમી જાેર પકડી રહી છે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં લઘુત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની એકદમ નજીક પહોંચી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી ગરમી જાેર પકડશે અને મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીની આસપાસ પહોંચી જશે. જેમાં ૧૯ થી ૨૦ ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન વધતું જશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી થઈ થવાની શક્યતા રહેશે. આ વર્ષે ઉનાળો આકરો રહેશે. જ્યારે માર્ચ મહિનામાં આકરી ગરમી રહેશે.માર્ચ મહિનામાં ૪૦ ડિગ્રી તાપમાન પહોંચી જશે. ૧૩ થી ૧૪ માર્ચમાં હવામાનમાં પલટો આવશે અને ૧૮ માર્ચથી ગરમી વધશે. જ્યારે ૨૫ થી ૨૬ માર્ચમાં દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. ૨૬ માર્ચ આસપાસ વાદળો સર્જાશે. આમ માર્ચ મહિનામાં વાતાવરણ ગરમીવાળું, વાદળ છાયું, દરિયાકિનારે પવન અને હવામાનમાં ઘણા પલટા આવશે. જેમાં ૧૮ માર્ચથી ૨૫ એપ્રિલ વચ્ચેનું હવામાન બગડવાથી વૃદ્ધો અને બાળકોને તંદુરસ્તીનું ધ્યાન રાખવાનું રહેશે. આ સાથે ૧૮ થી ૨૫ એપ્રિલમાં બેવડી ઋતુનો અહેસાસ પણ થવાની શક્યતા છે.બેવડી ઋતુના કારણે કૃષિ પાક અને લોકોના સ્વાસ્થ્ય પર અસર પહોંચશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. સાથે સાથે અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ શકે છે. જેની અસર ઉત્તર ભારતના રાજ્યોમાં વર્તાશે.આ ઉપરાંત કેટલાક રાજ્યોની સાથે ગુજરાતના ઉત્તર ભાગમાં ૨૨ થી ૨૬ ફેબ્રુઆરી સુધી માવઠાની આશંકા વ્યક્ત કરી છે. જ્યારે અન્ય રાજ્યો અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરી છે.

Related posts

2 રૂપિયાની Ball Penથી ચોકીદારે બરબાદ કરીનાખ્યું કરોડોનું પેઇન્ટિંગ, કિંમતી આર્ટમાં બનાવી દીઘી વિચીત્ર આંખો!

saveragujarat

ગુજરાતની જનતા જાગૃત છે, તેઓ ભ્રષ્ટ રાજકારણીઓની દાળ સ્વીકારશે નહીંઃ નંદી

saveragujarat

ગુજરાતના રાજ્યપાલ અને લેડી ગવર્નરએ સાથે મળીને ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં મોટાપાયે સફાઈ કાર્યને પૂર્ણ કર્યું.

saveragujarat

Leave a Comment