Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

ગુજરાતનું શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે નરેન્દ્ર મોદીજી ના જન્મ દિવસ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.

અહેવાલ = વિક્રમ સરગરા

સવેરા ગુજરાત,અંબાજી તા. ૧૭

આવો સૌ સાથે મળી આપણા નરેન્દ્રભાઈ મોદીના લાંબા આયુષ્ય અને સુરક્ષા માંટે માં અંબેને પ્રાર્થના કરીએ.. ડો. હેમરાજ રાણા

ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે નરેન્દ્ર મોદીજી ના જન્મ દિવસ નિમિત્તે સ્વસ્થ -દીર્ઘાયુ અને સુરક્ષા માટે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર ભારતને વિશ્વગુરુ બનાવા તરફ લઈ જનાર માં ભારતીના સંતાન અને આદ્યશક્તિ માં અંબેના પરમભક્ત એવા નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મ દિવસ નિમિત્તે માં અંબાના ચાચર ચોક ખાતે યજ્ઞશાળામાં મોદીજી ના સ્વસ્થ -દીર્ઘાયુ અને સુરક્ષા માટે

ડો. હેમરાજ રાણા દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું આ નવચંડી યજ્ઞ દરમિયાન ડો હેમરાજ રાણા.. રાષ્ટ્રીય સંગઠન મંત્રી નેશન ફસ્ટ ફાઉન્ડેશન અને ભારતીય જનતા પાર્ટી અંબાજી નગરના સૌ હોદ્દેદાર અને પદ અધિકારીઓ હાજર રહ્યા હતા અને ડોક્ટર હેમરાજ રાણાએ જણાવ્યું હતું ભારત દેશના ખૂણે ખૂણે ભારત દેશના ઓજસ્વી અને તેજસ્વી પ્રધાનમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી નો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે મા અંબાના સાનિધ્યમાં મા અંબાના ચાચર ચોક અને મા અંબાના પરમ ભક્ત એવા નરેન્દ્ર મોદીજી નો જન્મદિવસ નિમિત્તે કે આવો સૌ સાથે મળી આપણા નરેન્દ્રભાઈના લાંબા આયુષ્ય અને સુરક્ષા માંટે માં અંબેને પ્રાર્થના કરીએ…

 

Related posts

પીએમએ ૩૮ લાખ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના માધ્યમથી સંવાદ

saveragujarat

શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ, નંદબાબા, યશોદા મૈયા અને બાળસખા મિત્રોએ કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગમાં અનેરું આકર્ષણ જમાવ્યું !!

saveragujarat

પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો પૈકી ૨૧ ઉપર કોંગ્રેસમાં કોકડું ગુચવાયું

saveragujarat

Leave a Comment