Savera Gujarat
Other

પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો પૈકી ૨૧ ઉપર કોંગ્રેસમાં કોકડું ગુચવાયું

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૧૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તારીખ ૧ અને ૫ ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જાેરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજીકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. ભાજપે ૧૬૦ બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ પણ કેટલીક બેઠકો પર મુરતિયા ઉતારી દીધા છે. ત્યારે કોંગ્રેસે અગાઉ જાહેર કરેલી ૪૩ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી ત્યારબાદ બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. જેમાં વધુ ૪૬ ઉમેદવારોના નામ પર સત્તાવાર જાહેરાત કરાઇ છે. જેમાં બીજી યાદીમાં સૌરાષ્ટ્રના અનેક શહેરોની બેઠકના પર ઉમેદવોરોના નામ જાહેર કર્યા નથી. સૌરાષ્ટ્રની કેટલીક બેઠક પર કોંગ્રેસમાં પેચ ફસાયો છે.કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે જે પછી અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. કોંગ્રેસ બીજી યાદી જાહેર કરી છે જેમાં સૌરાષ્ટ્રના અનેક શહેરની કેટલીક બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોની ચૂંટણી પૈકી ૨૧ બેઠકો ઉપર કોંગ્રેસમાં ખેંચતાણ શરૂ થઈ છે. વર્તમાનમાં મળતી માહિતી મુજબ સૌથી વધુ સૌરાષ્ટ્રની ૧૫ બેઠકોના ઉમેદવાર માટે ખેંચતાણ શરૂ થઈ છે. દક્ષિણ ગુજરાતની ૫ અને કચ્છની ૧ બેઠક માટે કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી છે. કચ્છની રાપર બેઠકના વર્તમાન ધારાસભ્યને રીપીટ કરવા અંગે અસમંજસ તો દક્ષિણ ગુજરાતની ૫ બેઠકો ઉપર કોંગ્રેસ પોતાના સમીકરણ ગોઠવી રહી છે. નાંદોદ, જંબુસર, ભરૂચ, નવસારી અને ધરમપુરના ઉમેદવાર નક્કી કરવાના પણ બાકી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ્રની ૧૫ બેઠકો પર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ છે જેના કારણે કોગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી નથી. ભાવનગર રૂરલ, ભાવનગર ઇસ્ટ અને બોટાદ બેઠક પર ટિકિટનો જંગ યથાવત્‌ છે. તેમજ ધ્રાંગધ્રા, વઢવાણ અને મોરબી બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર અંગેનો ર્નિણય પણ હજુ બાકી છે. રાજકોટ ઇસ્ટ, રાજકોટ વેસ્ટ અને જામનગર ગ્રામ્યની બેઠક માટે કોંગ્રેસમાં મંથન ચાલુ છે. દ્વારકા, તાલાળા અને ધારી બેઠક દાવેદારીમાં આમને સામને પડકારી રહ્યા હોય તેવી હવા વર્તાઈ રહી છે. ગારીયાધાર અને કોડીનાર બેઠકના ઉમેદવાર અંગે હજુ કોઇ ર્નિણય નહીં, તમને જણાવી દઈએ કે, કોડીનાર બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય હોવા છતાં કોંગ્રેસ ર્નિણય લેવા મથામણ કરી રહી છે.કોંગ્રેસ બે યાદી જાહેર કરી છે જેમાં પ્રથમ યાદીમાં ૪૩ અને બીજી યાદીમાં ૪૬ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. સૌરાષ્ટ્રની કેટલીક બેઠક પર કોંગ્રેસમાં પેચ ફસાયો છે. વઢવાણમાં મોહન પટેલ, મનુભાઈ પટેલની ચર્ચા ચાલી રહી છે તો મોરબીથી કિશોર ચીખલિયા, જયંતી જેરાજની ચર્ચા થઈ રહી છે. દ્વારકાથી કોંગ્રેસમાં ત્રણ દાવેદારો રેસમાં છે. જેમાં મુળુ કંડોરિયા, પાલ આંબલિયા, ભીખુ વાડોદરિયાના નામની ચર્ચા વહી રહી છે. કોંગ્રેસે હજુ કચ્છની રાપર બેઠકની પણ જાહેરાત કરી નથી. જેમાં રાપર સ્ન્છ સંતોકબેન અરેઠિયા અંગે હજુ અસમંજસ ચાલી રહ્યું છે.કોંગ્રેસે હજુ કોડિનાર બેઠક અંગે જાહેરાત કરી નથી જ્યાં સ્ન્છ મોહન વાળા, મહેશ મકવાણા, શૈલેષ વાઘેલા, નરેન્દ્ર સોલંકીના નામની ચર્ચા ચાલી રહી છે. નરેન્દ્ર સોલંકી ગુજરાત દ્ગજીેંૈંના પ્રમુખ છે. જાે વાત કરીએ ધારીથી સુરેશ કોટડીયા, જેનીબેન ઠુમ્મર, ડો.કીર્તિ બોરીસાગરની ચર્ચા ચાલી રહી છે. બોટાદથી મનહર પટેલ, ચંદ્રવદન પીઠાવાલા, ગારિયાધારથી મનુ ચાવડાના નામ અગ્ર હરોળમાં ચાલી રહ્યાં છે ચર્ચા, ધ્રાંગધ્રાથી નટુજી ઠાકોર, છત્રસિંહ ઠાકોર ઉર્ફે પપ્પુ ઠાકોરની ચર્ચા છે. તેમજ રાજકોટ પશ્ચિમ મનસુખ કાલરિયા, ગોપાલ અનડકટની ચર્ચા ચાલી રહી છે. જામનગર ગ્રામ્યમાં કાસમ ખફી, કલ્પેશ હડિયલની ચર્ચા ચાલી રહી છે

Related posts

Ahmedabad Serial Bomb Blast Judgement: અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 28 આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ જાહેર 49 આરોપીઓ દોષિત, આવતીકાલે સંભળાવાશે સજા

saveragujarat

કૂવામાંથી ૨૪ વર્ષની માતા સાથે દીકરા-દીકરીના મૃતદેહ મળ્યા

saveragujarat

સિટી ઓફ લેક તરીકે ઓળખાતુ ઉદયપુર ભારતીય પ્રેસિડેન્સીની પ્રથમ શેરપા બેઠકની યજમાની કરશે. G20 મહેમાનોના ભવ્ય સ્વાગત માટે ઉદયપુર એરપોર્ટ સજ્જ

saveragujarat

Leave a Comment