Savera Gujarat
Other

શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ, નંદબાબા, યશોદા મૈયા અને બાળસખા મિત્રોએ કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગમાં અનેરું આકર્ષણ જમાવ્યું !!

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૦7
નિકોલ ખાતે યોજાઇ રહેલા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મદિવસની ઉજવણીના ધાર્મિક મહોત્સવ હોવાથી મોટી સંખ્યામાં કૃષ્ણપ્રેમી ભક્તો, વડીલો માતાઓ, મહેમાનો, રાજકિય આગેવાનો તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિ જાેવા મળી હતી અને ભારે હર્ષોલ્લાસપૂર્વક કૃષ્ણજન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં આ કૃષ્ણ જન્મદિવસની ઉજવણી પ્રસંગને નંદબાબા ટોપલીમાં લઇને આવે છે તેમજ કૃષ્ણના બાળ સખાઓએ પણ પોતાની આગવી શૈલીમાં હાજર સૌ કોઇને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ મહોત્સવમાં નંદબાબા અને યશોદા મૈયાની અનોખી ભૂમિકા દ્વારા સૌ કોઇને આકર્ષિત કરતાં સમગ્ર કૃષ્ણજન્મોતસ્વ એટલે કે, જન્માષ્ટમીની ઉજવણી જ્યાં ભગવાન દ્વારકાધીશના ધામમાં, મથુરામાં, ગોકુળમાં કરવામાં આવે છે તે પ્રકારે સમગ્ર મૂર્તિ પ્રતિષ્ઠાનો માહોલ ભગવાન ક્રિષ્ણના રંગે રંગાયેલો જાેવા મળ્યોં હતો. તો સાથે સાથે કનૈયાનાના બાળ સ્વરૂપે નાના બાળક પીળા વસ્ત્રોમાં સજ્જ માથામાં લગાવેલ મોરપીંછ હાજર સૌ કોઇને ધ્યાન ખેંચ્યું હતું અને કનૈયાના બાળ સ્વરૂપે સૌ કોઇએ ઝુલણા ઝુલાવી બાળ કૃષ્ણનો સચોટ પ્રતિબિંબ હોય તેવો આભાસ સ્ટેજ પર પથરાતો જાેવા મળ્યોં હતો. આ પ્રસંગે રાજકિય આગેવાનો ખાસ કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગનો લ્હાવો લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગોરધનભાઇ ઝડફીયા, વલ્લભાઇ કાકડીયા, રશીકભાઇ સખીયા (તિરંગા સિમેન્ટ જેતપુરવાળા) સહિત મોટી સંખ્યામાં મહેમાનો, બિલ્ડર લોબીના આગેવાનો, સ્વામિ નારાયણ સંતો મહંતો ખાસ આ બાળ કૃષ્ણલીલા રૂપે કૃષ્ણ જન્મોત્સવનો લ્હાવો લઇ ધન્યતાં અનુભવી હતી.

Related posts

પ્રેમિકાની સામે બે શખ્સોએ પ્રેમીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

saveragujarat

કોરોનાને હળવાશથી ન લેવાય, નહીં તો ફરીથી શરૂઆત કરવી પડશેઃ નિષ્ણાતોની ચેતવણી

saveragujarat

દેશમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૩ નવા કેસ

saveragujarat

Leave a Comment