Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

પીએમએ ૩૮ લાખ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના માધ્યમથી સંવાદ

સવેરા ગુજરાત,નવીદિલ્હી, તા.૨૭
પીએમ મોદીએ આજે ૩૮ લાખ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના માધ્યમથી સંવાદ કર્યો. પીએમ મોદીએ પરીક્ષાને કારણે ઊભા થતા તણાવથી બચવા માટે બાળકોને ગુરુમંત્ર આપ્યો. તેમણે કહ્યું કે પરીક્ષા પે ચર્ચા મારી પણ પરીક્ષા છે અને દેશના કોટિ કોટિ વિદ્યાર્થીઓ મારી પરીક્ષા લઈ રહ્યા છે. મને આ પરીક્ષા આપવામાં આનંદ આવે છે. પરિવારોને પોતાના બાળકોથી આશા હોય તે સ્વાભાવિક છે. પરંતુ જાે આ ફક્ત સામાજિક સ્થિતિ જાળવી રાખવા માટે હોય તો તે ખતરનાક બની જાય છે. પીએમ મોદીએ કહ્યું કે તમારી જેમ અમારા ઉપર પણ રાજકીય જીવનમાં આવું દબાણ હોય છે. ચૂંટણીમાં ગમે તેટલું સારું પરિણામ આવે, પરંતુ હંમેશા વધુ સારા પરિણામની આશા રખાય છે. ચિંતા ન કરો, બસ તણાવ મુક્ત અને પ્રફુલ્લિત રહીને તમારું સર્વશ્રેષ્ઠ આપવાની કોશિશ કરો. પરંતુ આપણે આ દબાણથી દબાવવું જાેઈએ નહીં. આ જ રીતે તમે પણ તમારી એક્ટિવિટી પર ધ્યાન આપશો તો તમે પણ આવા સંકટમાંથી બહાર આવશો. પીએમ મોદીએ કહ્યું કે તમારી અંદર જુઓ અને આત્મનિરિક્ષણ કરો. તમારે તમારી ક્ષમતાઓ, તમારા આકાંક્ષાઓ, તમારા લક્ષ્યોને ઓળખો અને પછી તેને એ અપેક્ષાઓ સાથે જાેડવાની કોશિશ કરો જે અન્ય લોકો તમારી પાસેથી રાખે છે. તેમણે કહ્યું કે ફક્ત પરીક્ષા માટે નહીં પરંતુ જીવનમાં પણ આપણે સમયના મેનેજમેન્ટ વિશે જાગૃત રહેવું જાેઈએ. કામનો ઢગલો એટલા માટે થાય છે કારણ કે સમયસર તે થતા નથી. કામ કરવાથી ક્યારેય થાક લાગતો નથી,કામ કરવાથી સંતોષ મળે છે. કામ ન કરવાથી થાક લાગે છે કે આટલું કામ બચ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે મહેનતું બાળકોને એ ચિંતા રહે છે કે હું સખત મહેનત કરું છું અને કેટલાય લોકો ચોરી કરીને પોતાનું કામ કરી લે છે. આ જે મૂલ્યોમાં ફેરફાર આવ્યો છે તે સમાજ માટે ખુબ ખતરનાક છે. જીવન હવે બદલાઈ ચૂક્યું છે, દુનિયા બદલાઈ ગઈ છે. દરેક પગલે આજે પરીક્ષા આપવી પડે છે. જીવન નકલથી બનતું નથી.

Related posts

શેરબજારમાં જાેરદાર કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના ૩ લાખ કરોડ ડૂબ્યા

saveragujarat

દીપાવલી અને નૂતનવર્ષના પાવન પર્વે રાજ્યના નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ

saveragujarat

બલિદાન દિવસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગતસિંહને કરાઈ પુષ્પાંજલિ

saveragujarat

Leave a Comment