Savera Gujarat
Other

અમદાવાદની એલજી મેડિકલ કોલેજનું નવું નામાકરણ મોદી મેડીકલ કોલેજ કરાશે

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૫
અમદાવાદની જાણીતી એલજી હોસ્પિટલની મેટ મેડિકલ કોલેજનું નામ પણ હવે બદલાઈ ગયું છે. એએમસી સંચાલિત એલજી હોસ્પિટલની પાછળના હિસ્સામાં આવેલી મેટ મેડિકલ કોલેજનું નામ બદલીને હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવામાં આવ્યું છે. આ અંગેની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકવામાં આવી હતી. જેથી દરખાસ્તને કોર્પોરેશનમાં સર્વાનુમતે મંજુરી મળી જતા હવે મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવામાં આવ્યું છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, એલજી હોસ્પિટલમાં મેટની મેડીકલ કોલેજનુ નામ નરેન્દ્વ મોદી કરવામાં આવ્યું છે. હવે મેડીકલ કોલેજ નરેન્દ્વ મોદી મેડીકલ કોલેજના નામે આ કોલેજ ઓળખાશે. નરેન્દ્ર ભાઇ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ કોલેજ બની હતી, માટે તે કોલેજનુ નામ નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યું છે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં આ ર્નિણય લેવાયો છે. નરેન્દ્વ મોદી મણીનગરથી વિધાનસભાની ચૂંટણી લડી મુખ્યમંત્રી પદે બિરાજમાન થયા હતા. હવેૉ ૧૭ તારીખે પ્રધાનમંત્રીના જન્મ દિવસે મેટની મેડીકલ કોલેજમાં તકતીનું અનાવરણ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવાયું હતું. આ ઉપરાંત આ સ્ટેડિયમના સમગ્ર સંકુલનું નામ સરદાર સંકુલ કરી દેવાયું હતું. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ એલજી હોસ્પિટલ સંકુલમાં આવેલી મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેટ કોલેજ આપવામાં આવશે.

Related posts

ભારતના દરેક ગામના રમતગમત મહારથીને ઓળખવા જરૂરીઃ મોદી

saveragujarat

પેરૂમાં ઇમરજન્સી લગાવાઇ, અનેક સ્થળોએ હિંસક પ્રદર્શન

saveragujarat

એક તરફ ડો.સિવિલ સુપ્રિટેન્ડેન્ટ કહે છે કમિશ્નરે ભગાડ્યાં નથી તો બીજી તરફ હડતાળ કરનાર કહે છે ભગાડીને કાઢી મુક્યાં !

saveragujarat

Leave a Comment