Savera Gujarat
Other

પેરૂમાં ઇમરજન્સી લગાવાઇ, અનેક સ્થળોએ હિંસક પ્રદર્શન

નવી દિલ્હી,તા.૧૫
પેરુમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી. જ્યારથી પેડ્રો કૈસ્ટિલોને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવવામાં આવ્યા અને ધરપકડ કરવામાં આવી ત્યારથી દેશમાં તેમના સમર્થકો દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો. અનેક સ્થળોએ હિંસક પ્રદર્શનો થયા અને પછી ચૂંટણીની માંગ ઉગ્ર બની છે. પેરુના સંરક્ષણ પ્રધાને કટોકટી જાહેર કરી છે. સંરક્ષણ પ્રધાન છઙ્મહ્વીિર્ં ર્ંંટ્ઠિર્ઙ્મટ્ઠએ એક નિવેદનમાં કહ્યું હતું કે પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ કરી દીધા છે, ઘણી જગ્યાએ તોડફોડ થઈ છે. આ તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને દેશમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ કર્ફ્‌યુ પણ લાદવામાં આવી શકે છે. સંરક્ષણ પ્રધાને એ વાત પર પણ ભાર મૂક્યો છે કે, પોલીસની સાથે સશસ્ત્ર દળોને પણ જમીન પર પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે તૈનાત કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં પેરુ અણધાર્યા રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં એટલો બધો હંગામો થયો છે કે જમીન પરનો તણાવ ઓછો થવાને બદલે વધ્યો છે. પેરુમાં આ વિવાદનું મૂળ પેડ્રો કૈસ્ટિલો છે, જે થોડા દિવસો પહેલા સુધી આ દેશના રાષ્ટ્રપતિ હતા. હકીકતમાં પેડ્રો કૈસ્ટિલોએ બુધવારે રાષ્ટ્રને નાટકીય સંબોધનમાં જાહેરાત કરી હતી કે તેઓ દેશમાં કટોકટી લાદવા જઈ રહ્યા છે. તેમણે જાહેરાત કરી હતી કે તેઓ વિરોધ પક્ષોનું વર્ચસ્વ ધરાવતી કોંગ્રેસનું વિસર્જન કરશે. તેમની આ જાહેરાતથી બધાને આશ્ચર્ય થયું. તેના વિરોધમાં અનેક મંત્રીઓએ પદ પરથી રાજીનામું પણ આપી દીધું હતું. બંધારણીય અદાલતના વડાએ તેમના ર્નિણયની નિંદા કરી હતી. જ્યારે યુએસએ કૈસ્ટિલોને તેમનો ર્નિણય પાછો ખેંચવા વિનંતી કરી હતી. પરંતુ કૈસ્ટિલોની જાહેરાતના થોડા કલાકો પછી વિપક્ષી પક્ષોએ એક તાકીદની બેઠક બોલાવી અને તેમની સામે મહાભિયોગ લાવવાનો ર્નિણય કર્યો હતો. પેરુની મોટાભાગની પાર્ટીઓ પેડ્રોની વિરુદ્ધમાં હતી. આવી સ્થિતિમાં નિષ્ણાતોનું માનવું હતું કે તેમની સામે લાવવામાં આવેલો આ મહાભિયોગ નિષ્ફળ જશે. કારણ કે અગાઉ પણ પેડ્રોને હટાવવાનો પ્રયાસ આ જ રીતે નિષ્ફળ ગયો હતો, એવું માનવામાં આવતું હતું કે આ વખતે પણ કંઈક આવું જ થશે. પરંતુ અહીં પરિસ્થિતિ સંપૂર્ણપણે પલટાઈ ગઈ અને ૧૩૦ સભ્યોની કોંગ્રેસમાં ૧૦૧ ધારાસભ્યોએ પેડ્રોને પદ પરથી હટાવવા માટે મત આપ્યો. વોટિંગ દરમિયાન મહાભિયોગની તરફેણમાં ૧૦૧ વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં માત્ર છ વોટ પડ્યા.
વર્ષ ૨૦૨૦માં પાંચ દિવસમાં ત્રણ વખત રાષ્ટ્રપતિ બદલવામાં આવ્યા હતા. આ પહેલા પણ ઘણા પૂર્વ પ્રમુખો જેલમાં હતા જેમના પર પદ પર રહીને ભ્રષ્ટાચારનો આરોપ હતો. હવે આ જ યાદીમાં પેડ્રો કૈસ્ટિલોનું નામ પણ જાેડાઈ ગયું છે. તેમના સ્થાને ઉપરાષ્ટ્રપતિ ડીના બોલ્યુઆર્ટને દેશના આગામી રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. પેરુના લોકશાહી ઈતિહાસમાં રાષ્ટ્રપતિ પદ સંભાળનાર તે પ્રથમ મહિલા બન્યા છે.

Related posts

ગાંધીનગર સચિવાલયના સરદાર સરોવર નિગમની જમીન શાખામાં ખેડૂતોને બાકી વળતર ન મળતાં કોમ્પ્યુટરની સામગ્રી ઉઠાવી ગયા

saveragujarat

હવામાન વિભાગે ૨૫ રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરી

saveragujarat

ચીનમાં કોરોનાથી તબાહી : પાંચ અઠવાડીયામાં ૯ લાખ લોકોના મોત

saveragujarat

Leave a Comment