Savera Gujarat
Other

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો : પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ બાદ એસીબીનો ખુલાસો

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૫
અર્બુદા સેનાના સ્થાપક અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. દૂધસાગર ડેરીમાં બોગસ વ્યવહાર મામલે વિપુલ ચૌધરી સામે કાર્યવાહી થઈ છે. આ ધરપકડ બાદ હવે એન્ટી કરપ્શન બ્યુરોએ પત્રકાર પરીષદ કરીને સમગ્ર મામલે મોટો ખુલાસો કર્યો છે. એસીબીના જાેઇન્ટ ડાયરેક્ટર મકરંદ ચૌહાણે જણાવ્યું હતું કે, વિપુલ ચૌધરી અને તેમના સીએ શૈલેષની ધરપકડ કરવામાં આવી છે. વિપુલ ચૌધરીએ સમગ્ર ગેરરીતિ વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૬ વચ્ચે મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘમાં થઈ હતી. બોગસ કંપનીઓ બનાવીને ગેરરીતિ આચરવામાં આવી હતી અને કેટલીક કંપનીઓમાં વિપુલ ચૌધરીનાં પત્ની અને પુત્ર પણ ડાયરેક્ટર તરીક છે. વિપુલ ચૌધરી પર સૌથી મોટો આરોપ લગાવતા એસીબી તરફથી કહેવાયું કે, મિલ્ક કુલરની ખરીદીમાં આ ગોટાળો કરવામાં આવ્યો છે અને મિલ્ક કુલરની ખરીદીના નિયમો નેવે મુકીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ સાથે ૪૮૫ કરોડના બાંધકામના ટેન્ડરના નિયમો પણ તોડવામાં આવ્યા હતા. આ સાથે વિપુલ ચૌધરીએ પોતાના વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓ માટે રોકાયેલ વકીલનો ખર્ચ પણ દૂધ સાગર ડેરી પર નાંખ્યો હતો. વિપુલ ચૌધરીએ સાગર દાણના બારદાનની ખરીદીમાં ૧૩ લાખની ગેરરીતિ કરી હોવાનો આરોપ પણ એસીબી એ મુક્યો છે.
વિપુલ ચૌધરી દૂધ સાગર ડેરીના ચેરમેન હતા એ સમયે અનેક ગેરરીતિઓ તેમના દ્વારા આચરવામાં આવી હતી. છઝ્રમ્ તરફથી અંદાજે ૮૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યાની ફરિયાદ દાખલ થઈ છે. વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૬ સુધી વિપુલ ચૌધરી દૂધ સાગર ડેરીના ચેરમેન તરીકે કાર્યરત હતા. વિપુલ ચૌધરીનાં કાર્યકાળ દરમિયાન મહેસાણા દૂધ ઉત્પાદન સંઘમાં આર્થિક ગેરરીતિઓ આચરી હતી. આર્થિક ગેરરીતિઓને સેટ કરવા મની લોન્ડ્રિંગ થઈ હતી. વિપુલ ચૌધરી, તેમની પત્ની ગીતાબેન અને પુત્ર પવન તેમજ વિપુલ ચૌધરીના સીએ શૈલેષ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગત મોડી સાંજે વિપુલ ચૌધરી અને તેમના સીએ શૈલેષનેની ધરપકડ કરાઈ છે. વિપુલ ચૌધરી દ્વારા ૩૧ કંપનીઓ ખોલીને ગેરરીતિ આચરવામાં આવી, આ કંપનીમાં તેમના પુત્ર અને પત્ની ડાયરેક્ટર તરીકે રજિસ્ટર્ડ થયા છે. વિપુલ ચૌધરીને દૂધ સાગર ડેરીમાં તેમના કાર્યકાળમાં મિલ્ક કૂલરની ખરીદીમાં ગેરીરિત આચરી હતી. સરકાર દ્વારા ખરીદી માટે નિયત કરાયેલી પદ્ધતિનું ઉલ્લંઘન કરાયું હતું. વિપુલ ચૌધરી દ્વારા તેમના કાર્યકાળમાં ટેન્ડરિંગ કર્યા સિવાય રૂપિયા ૪૮૫ કરોડનું બાંધકામ કરાયું હતું. તેમના કાર્યકાળ દરમિયાન દૂધ સાગર ડેરીના ચેરમેન તરીકે તેમને હટાવ્યા ત્યારે ડેપ્યુટી સેક્રેટરી, અપીલ સમક્ષ તેમણે રિવિઝન અરજી કરી હતી. અપીલ દરમિયાન વકીલનો ખર્ચ મહેસાણા દૂધ ઉત્પાદન સંઘના ચોપડે કર્યો હતો.
વિપુલ ચૌધરીને ઓછા ભાવે બારદાન આપતી એજન્સીના બદલે મોંઘી એજન્સી રાખી ૧૩ લાખ રૂપિયાની ગેરરીતિ કરી હતી. હોર્ડીગ્સ માટે લોઅર રેટને બદલે અપર રેટની એજન્સીને કામ સોંપ્યું હતું. આ તમામ ગેરરીતિની રકમ સેટલ કરવા ૩૧ કંપનીઓ વિપુલ ચૌધરીએ રજિસ્ટર્ડ કરાવી હતી. ખોટા દસ્તાવેજનાં સહારે કંપનીઓ રજિસ્ટર્ડ કરાવવામાં આવી હતી. આ કંપનીઓના નામે એકાઉન્ટ ખોલાવી નાણાં ટ્રાન્સફર કર્યા અને મની લોન્ડ્રીંગ વિપુલ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ સાથે સંપર્કમાં છીએ અને તપાસ કરી રહ્યા છીએ. વિપુલ ચૌધરી દૂધ સાગર ડેરીના ચેરમેન હતા ત્યારે ડેરીના ઓડિટ માટે વિવાદ સર્જાયો હતો. જિલ્લા રજિસ્ટ્રાર તરફથી કરાતા ઓડિટ માટે હાઈકોર્ટે આદેશ આપતા ઓડિટ થયું હતું. સ્પેશિયલ ઓડિટ માટે બે ટીમની રચના થઈ હતી. ટીમ એ અને ટીમ બીને ૧૪ – ૧૪ એમ કુલ ૨૮ ગેરરીતિઓ કરાઈ હોવાનો રિપોર્ટ રજૂ થયો હતો. એપ્રિલ ૨૦૨૨ માં સ્પેશિયલ ઓડિટનો રિપોર્ટ હોમ ડિપાર્ટમેન્ટમાં આપવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચને રિપોર્ટ મળતા મની લોંડરિંગ થયાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સહકાર વિભાગના અધિકારી દ્વારા છઝ્રમ્ માં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે કાર્યવાહી શરૂ કરાઇ છે.

Related posts

અરવલ્લી ખાતે શ્રી સરસ્વતી વિદ્યાલય, રમોસને શાહ પરિવાર તરફથી શાળાના નામકરણ માટે ૧૧ લાખનું દાન પ્રાપ્ત થયું

saveragujarat

જામનગરમા 25 ફૂટ લાબું હોલિકાનું પૂતળું બનાવવામાં મથામણ કરતો ભોઈ સમાજ

saveragujarat

વિધાનસભા સત્રની શરૂઆત થતાજ કોંગ્રેસે હોબાળો ચાલું કર્યો, ભાજપ તારા રાજમાં ડ્રગ્સ માફિયા મોજમાં જેવા વાકપ્રયોગોથી વિરોધ વંટોળ ઉભો થયો

saveragujarat

Leave a Comment