Savera Gujarat
Other

એક તરફ ડો.સિવિલ સુપ્રિટેન્ડેન્ટ કહે છે કમિશ્નરે ભગાડ્યાં નથી તો બીજી તરફ હડતાળ કરનાર કહે છે ભગાડીને કાઢી મુક્યાં !

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૯
અમદાવાદમાં આવેલી બી.જે મેડિકલ કોલેજ છે કે પછી રાજકીય અડ્ડો? હૉસ્પિટલમાં વારંવાર હડતાળના તાયફાઓ થઈ રહ્યાં છે. અહીં સારવાર કરતા પણ વધારે હડતાળના તાયફાઓ થાય છે. એક પછી એક નારાજગીના કારણે ડૉક્ટરો અવારનવાર હડતાળ પર ઉતરી જાય છે. ડૉ. કમલેશ ઉપાધ્યાય સામે ડૉક્ટરોની નારાજગીના વારંવાર તાયફાઓ થઈ રહ્યાં છે. આખરે આ નારાજગી અને હડતાળનો ભોગ દર્દીઓ બને છે. વારંવાર હડતાળ પર ઉતરી જતાં ડૉક્ટરના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે આ મેડિકલ કોલેજ છે કે હડતાળનું સ્થાન એ ખબર પડતી નથી.
ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય રેસિડન્ટ ડૉક્ટર પર અત્યાચાર કરતાં હોવાનો આરોપ છે. રેસિડન્ટ ડૉક્ટર્સ ડૉ. કમલેશ ઉપાધ્યાય સામે વિરોધ કરી રહ્યા છે. તમામ રેસિડન્ટ ડૉક્ટર્સ ઈમરજન્સી તથા કોવિડ ડ્યૂટીથી અગળા રહીને વિરોધ કરી રહ્યા છે. વારંવાર હડતાળના તાયફાથી દર્દીઓએ શું સમજવાનું. ગઈકાલે પણ આ ડૉક્ટર્સે OPD અને વોર્ડમાં કામગીરી બંધ રાખી હતી. ત્યારે ગઈકાલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ ડૉક્ટરોની મુલાકાત ન લેતા આજે ફરી તેઓ હડતાળ પર ઉતર્યાં છે. હડતાળ કરનારા ડૉક્ટર્સને ગાંધીનગર બોલાવાયા છે. શનિવારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે તેઓ મુલાકાત કરી હતી. ત્યારે સવાલ એમ થાય કે, જો ડૉ. કમલેશ ઉપાધ્યાય સાચા છે તો આ સમસ્યાનો કોઈ નિવેડો કેમ નથી આવતો?
અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોકટરોની હડતાળનો મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.રાકેશ જાેશીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ રેસિડેન્ટ ડોક્ટરના આગેવાનો ગાંધીનગર ગયા હતા. હડતાળના નિરાકરણ મામલે ગાંધીનગર ખાતે ચર્ચા કરી હતી. રેસિડેન્ટ ડોકટરોએ વોર્ડ અને OPD ડ્યુટી બંધ કરી હતી, સાંજે આવેદન આપીને ઇમરજન્સી અને કોવિડ ડ્યુટી બંધ કરવા અંગે જાણ કરી હતી. રેસિડેન્ટ ડોક્ટરોની માંગ છે એ અંગે સંતોષકારક નિરાકરણ આવે એવા પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, સિવિલમાં આવતા દર્દીઓને કોઈ સમસ્યા ના થાય એવા પ્રયાસના ભાગરૂપે અમે નોન ક્લિનિકલ સ્ટાફને હાલ જરૂર હોય એવી જગ્યાઓ પર ડ્યુટી સોંપી છે. વારંવાર હડતાળ થઈ રહી છે એ સંદર્ભે એવું આયોજન કરવાનો પ્રયાસ છે કે ભવિષ્યમાં આવી સ્થિતિઓ ના પેદા થાય. ડોકટર કમલેશ ઉપાધ્યાય અને રેસિડેન્ટ ડોકટરો વચ્ચે જે વિવાદ છે એ ઉકેલવાનો પ્રયાસ છે. ડોક્ટર કમલેશ ઉપાધ્યાયન સંદર્ભે કે રેસિડેન્ટ ડોકટરો જે માગ કરી રહ્યા છે એ સંદર્ભે હું કઈ વધારે ના કહી શકું. જે પણ ર્નિણય લેવાનો છે એ કમિટી અથવા આરોગ્ય વિભાગ લેશે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી હડતાળ કરવાની વાતો સતત સામે આવે છે એવામાં ભવિષ્યમાં હડતાળ થાય જ નહીં એવા આયોજનો વિચારી રહ્યા છીએ, જેથી અહીં આવનાર દર્દીઓને સમસ્યા ના થાય.


ગાંધીનગર હેલ્થ કમિશ્નર જયપ્રકાશ શિવહરે ભગાડ્યા નથી અને સંતોષકારક જવાબ આપ્યો છે 
આ બાબતે સવેરા ગુજરાતના પ્રતિનિધિ સાથે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, હું પોતે રેસિડેન્ટ ડોક્ટરની ટીમને લઇને ગાંધીનગર હેલ્થ કમિશ્નર જયપ્રકાશ શિવહરે પાસે ગયા હતા અને શાંતિપૂર્ણ રીતે તેમને જવાબ આપ્યોં હતો અને કોઇને ભગાડી મુક્યાં નથી અને કમિટિના નિયમ મુજબ ફેરફાર કરવાની વાત કરી હતી તેમને પુરતો સપોર્ટ અને સહકાર આપ્યોં હતો અને કમલેશભાઇ ઉપાધ્યાયે નોન ડ્યુટી સ્ટાફ મુકી દીધો છે તે સરકારનો વિષય છે અને કમલેશભાઇ ઉપાધ્યાય વિશે કોઇ ચર્ચા થઇ નથી.
– સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડો.રાકેશ જોશી

 

 

Related posts

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

saveragujarat

પોલીસની મંજૂરી વિના જાહેરમાં માઈક કે ડીજેનો ઉપયોગ કર્યો તો જેલમાં જવાની તૈયારી રાખજાે

saveragujarat

ખાદી યોજનાઓ અને કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટે, શ્રી મનોજ કુમાર, અધ્યક્ષ, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ, કચ્છ, પાલનપુર અને ગુજરાતના અન્ય ભાગોના સ્થાનિક મધમાખી ઉછેરનારાઓ/ખેડૂતો, કારીગરો સાથે વાર્તાલાપ કરે છે.

saveragujarat

Leave a Comment