Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ખાદ્યાન્નનું સંકટ ટાળવા ટૂકડી ચોખાની નિકાસ પર પ્રતિબંધ

નવી દિલ્હી, તા.૯
ઘરેલું સપ્લાય ઘટતા અને ભાવ બેકાબૂ બનતા ગુરૂવારે મોડી સાંજે સરકારે ચોખાની અમુક જાત પર નિકાસ જકાત લાદી હતી પરંતુ સરકારે આ ખાદ્યાન્ના સંકટને ટાળવા માટે હવે ટુકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે. બિન-બાસમતી ચોખાની નિકાસ પર ૨૦ ટકા કસ્ટમ ડ્યુટી લાદ્યા પછી સરકારે સ્થાનિક સપ્લાય સુધારવાના હેતુથી ટુકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ ૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ એક આદેશમાં જણાવ્યું હતું કે ટુકડા ચોખાની નિકાસની શ્રેણીને ‘ફ્રી’થી પ્રતિબંધિત કરવામાં આવી છે. આ સૂચના ૯ સપ્ટેમ્બર, ૨૦૨૨થી લાગુ થશે.
ટ્રાન્સફર પોલિસીના સંબંધમાં ફોરેન ટ્રેડ પોલિસી ૨૦૧૫-૨૦૨૦ હેઠળની જાેગવાઈઓ પર આ આદેશ લાગુ પડશે નહીં. ઉપરાંત ૯થી ૧૫ સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ટુકડા ચોખાના અમુક ચોક્કસ કન્સાઇનમેન્ટને નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે.
સર્કયુલર અનુસાર આ સમયગાળા દરમિયાન ફક્ત તે માલસામાનને નિકાસ માટે મંજૂરી આપવામાં આવશે જેમની શિપમેન્ટ આ આદેશ પહેલા જહાજાે પર લોડ થઈ છે. સરકારે ગઈકાલે જ ઉસના ચોખા સિવાય તમામ નોન-બાસમતી ચોખા પર ૨૦ ટકા નિકાસ જકાત લાદી હતી. વર્તમાન ખરીફ સિઝનમાં ડાંગરના પાક હેઠળના વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સ્થિતિમાં ઘરેલુ પુરવઠો વધારવા માટે સરકારે નિકાસને કાબૂમાં લેવાનો ર્નિણય કર્યો છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ ચોખા અને બ્રાઉન રાઈસ પર ૨૦ ટકા નિકાસ ડ્યૂટી લાદવામાં આવી છે. આ નિકાસ ડ્યુટી ૯ સપ્ટેમ્બરથી લાગુ થશે. દેશના કેટલાક રાજ્યોમાં ઓછા વરસાદને કારણે ડાંગરના વાવેતરમાં ઘટાડો થયો છે. ચીન પછી ભારત ચોખાનું સૌથી મોટું ઉત્પાદક છે. ચોખાના વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો ૪૦ ટકા છે.
૨૦૨૧માં ખરીફ સિઝનમાં ભારતમાં લગભગ ૧૧૧ મેટ્રિક ટન ચોખાનું ઉત્પાદન કર્યું હતું. સેન્ટ્રલ પૂલમાં ૧૬ ઓગસ્ટના રોજ ચોખાનો સ્ટોક લગભગ ૨૬.૩૫ મેટ્રિક ટન હતો.
ભારતે ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષમાં ૨.૧૨ કરોડ ટન ચોખાની નિકાસ કરી હતી. તેમાં ૩૯.૪ લાખ ટન બાસમતી ચોખા હતા. સત્તાવાર માહિતી અનુસાર આ સમયગાળા દરમિયાન નોન-બાસમતી ચોખાની નિકાસ ૬.૧૧ અબજ ડોલરની રહી હતી.
ભારતે ૨૦૨૧-૨૨ દરમિયાન વિશ્વના ૧૫૦થી વધુ દેશોમાં બિન-બાસમતી ચોખાની નિકાસ કરી હતી.

Related posts

ગુજરાત, બિહાર સહિત નવ રાજ્યો બન્યા સાયબર ક્રાઇમના હોટસ્પોટ

saveragujarat

અમદાવાદમાં નવી સુવિધા, હાથમાં રૂપિયા નહિ હોય તો પણ AMTS માં ટિકિટ મળશે

saveragujarat

વડોદરાના યુવાન સાથે ક્રેડિટ કાર્ડને નામે ૬.૨૦ લાખની મોટી ઠગાઈ

saveragujarat

Leave a Comment