Savera Gujarat
Other

અમદાવાદમાં નવી સુવિધા, હાથમાં રૂપિયા નહિ હોય તો પણ AMTS માં ટિકિટ મળશે

સવેરા ગુજરાત/અમદાવાદ :હવે તમારા ખિસ્સામાં રૂપિયા નહિ હોય અને તમે એએમટીએસ બસમાં ચઢો છો, તો ચિંતા ન કરવાની જરૂર નથી. કારણ કે એએમસી દ્વારા કેશલેશ સુવિધા શરૂ કરવામાં આવી છે. હવેથી AMTS બસમાં ડિજીટલ ટિકિટ મેળવી શકાશે. આજથી અમદાવાદમાં નવી સુવિધાનો પ્રારંભ થયો છે. જેથી હવે તમે ઓનલાઈન ટિકિટ મેળવી શકશો. હવેથી એએમટીએસ બસમાં કેશલેસ અને કોન્ટેક્ટ લેસ ડિજીટલ માધ્યમથી ટીકિટિંગ લઈ શકાશે. આજથી વાસણા ટર્મિનલ ખાતે આ યોજનાનો શુભારંભ કારયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસમાં મુસાફરી કરતાં નાગરીકોને હવે કેશલેસ ટિકિટિંગની સુવિધા મળશે. જેમાં મુસાફરોને ખાસ ઓફર પણ આપવામા આવી છે. જે પ્રવાસીઓ paytm ના માધ્યમથી ટિકિટ લેશે તેનો પહેલીવાર મફત ટિકિટ મળશે. પહેલીવાર ટિકિટ લેવાથી તમારા ખાતામાંથી રૂપિયા નહિ કપાય. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં અંદાજે 3 લાખ પ્રવાસીઓ રોજના બસમાં મુસાફરી કરે છે. તેમના માટે આ સુવિધા ખાસ બની રહેશે. ડિજીટલ યુગમાં એએમસી દ્વારા લેવાયેલો આ નિર્ણય લોકોએ આવકાર્યો હતો. કારણ કે, આજે દરેક વ્યક્તિ મોબાઈલમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શન કરે છે. ડિજીટલ યુગમાં લોકો પર્સ લઈને બહાર નીકળતા નથી. હાથમાં મોબાઈલ હોય તો તમામ ટ્રાન્ઝેક્શન થઈ જાય છે. તેથી એએમસીના આ નિર્ણય લોકો માટે સુવિધાજનક બની રહેશે. આ વિશે એએમસીના અધિકારીઓએ જણાવ્યું કે, AMTSમાં હવે BRTS ની જેમ જ પેટીએથી ક્યુઆર કોડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ થાય અને ટિકિટ મળે તેવી વ્યવસ્થા મૂકાઈ છે. હવે નાગરિકોને તરત કિટિક મળશે તેના માટે લાઈનમાં ઉભુ રહેવુ નહિ પડે. કોર્પોરેશનની સર્વિસ માટે જેટલા પેમેન્ટ થાય છે, તે તમામ ઓનલાઈન થાય તેવી વ્યવસ્થા જલ્દી જ ઉભી કરાશે. આ તમામમાં લોકોને સહકાર મળશે તેવી આશા છે.

Related posts

ગુજરાત, બિહાર સહિત નવ રાજ્યો બન્યા સાયબર ક્રાઇમના હોટસ્પોટ

saveragujarat

સોમવારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો વિજય નિશ્ચિત

saveragujarat

લીંબુનો રેકોર્ડ ભાવ : હવે 10-15 રૂપિયાના નંગ મુજબ વેચાવા લાગ્યા

saveragujarat

Leave a Comment