Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

વડોદરાના યુવાન સાથે ક્રેડિટ કાર્ડને નામે ૬.૨૦ લાખની મોટી ઠગાઈ

સવેરા ગુજરાત,વડોદરા, તા.૨૯
વડોદરાના ભાયાળીમાં રહેતો ફાર્માસિસ્ટ યુવાનને ૫૦૦ રુપિયા બચાવવા જતાં ૬ લાખ ગુમાવવાનો વારો આવ્યો તેવી એક આંખો ઉઘાડતી ઘટના બની છે. રાજેશ રાઠવા સાયબર ફ્રોડ ગેંગનો ભોગ બન્યો હતો અને આ ગેંગે તેની પાસેથી લાખો રુપિયા ખંખેરી લીધા હતા. ભાયાળીમાં રહેતા રાઠવાએ અજાણ્યા શખ્સો સામે પોલીસ નોરિયાદ નોંધાવી હતી. પોતાની સાથે બનેલી ફ્રોડની આખી ઘટના તેણે પોલીસને કહી સંભળાવી છે. તેણે કહ્યું કે થોડા સમય પહેલા એક્સિસ બેન્કમાંથી ક્રેડિટ કાર્ડ માટે મારા પર ફોન આવ્યો હતો. તેણે આ ઓફર સ્વીકારી અને કુરિયર દ્વારા કાર્ડ તેના ઘરે મોકલવામાં આવ્યું. પરંતુ રાઠવાએ આ કાર્ડ એક્ટિવેટ કર્યું ન હતું કારણ કે તેની વાર્ષિક ફી ૫૦૦ રૂપિયા હતી.આ વાતના થોડા દિવસ બાદ તેને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો જેણે પોતાની ઓળખાણ સૌરભ શર્મા તરીકે આપી હતી અને પોતે એક્સિસ બેન્કનો કર્મચારી હોવાનો દાવો કર્યો હતો. ફોન કરનારે રાઠવાને પૂછ્યું કે તેણે તેનું ક્રેડિટ કાર્ડ કેમ સક્રિય કર્યું નથી. રાઠવાએ તેને કહ્યું કે તેને વાર્ષિક ફી ૫૦૦ રુપિયા વધારે લાગે છે. ત્યાર બાદ ઠગબાજે જાળ પાથરતાં કહ્યું કે તે આ કાર્ડને ફ્રીમાં એક્ટિવેટ કરી શકે છે, મફતમાં ક્રેડિટ કાર્ડ એક્ટિવેટ થતું હોવાનું જાણીને રાજેશ લલચાયો હતો અને તેણે ઠગબાજે ક્રેડિટ કાર્ડ અને બેન્કની જે પણ વિગતો માગી તે સામે ચાલીને આપી દીધી. રાઠવાએ ફોન કરનારને કહ્યું હતું કે જાે તે મફતમાં સક્રિય થાય તો તે કાર્ડનો ઉપયોગ કરશે. કાર્ડ અને બેંકની ડિટેલ શેર કરતા જ તેના ખાતામાં ત્રણ હપ્તામાં લગભગ ૬.૨૦ લાખ રૂપિયા જમા થઇ ગયા હતા. તે આશ્ચર્યચકિત થઈ ગયો અને ફ્રોડ કોલર સાથે તેના વિશે પૂછપરછ કરી, જેણે કહ્યું કે પૈસા કોઈ બેંકિંગ ભૂલને કારણે જમા થયા હોઈ શકે છે. છેતરપિંડી કરનારે રાઠવાને જણાવ્યું હતું કે તે લોન રદ કરાવી દેશે, અને થોડા કલાકોમાં જ તેના ખાતામાંથી ૪.૮૯ લાખ રૂપિયા ડેબિટ થઈ ગયા હતા અને બીજા દિવસે વધુ ૧.૩૨ લાખ રૂપિયા ડેબિટ થઈ ગયા હતા.ઠગે રાઠવાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તેની લોન રદ કરવામાં આવી છે અને રદ કરવા વિશેનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તેને ઇમેઇલ કરવામાં આવશે.પરંતુ રાઠવાએ બેન્કની એપ ખોલી ત્યારે ક્રેડિટ કાર્ડના મેનુમાં ૧૦ હજાર રૂપિયાની બાકી ઇએમઆઈ જાેવા મળી હતી અને આટલું જાેતા તે એક ધબકારો ચૂકી ગયો અને તેને ખબર પડી ગઈ તેની સાથે બહુ મોટો ફ્રોડ થયો છે અને તે તરત પોલીસ સ્ટેશન દોડ્યો હતો અને ફરિયાદ લખાવી હતી. પોલીસ સબ-ઈન્સ્પેક્ટર જે યુ ગોહિલે કહ્યું કે અમે રાઠવાના બેંક ખાતામાંથી જે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે બેંક ખાતાને શોધી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઉપરાંત, તપાસ પણ બેંક પર કેન્દ્રિત રહેશે કારણ કે ફ્રોડ કોલરને રાઠવાના ક્રેડિટ કાર્ડ અને તે એક્ટિવ થયું નથી તેને વિશે ખબર હતી.

Related posts

સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હર્ષ સંઘવીનું મહત્વનુ નિવેદન સામે આવ્યુ,કાલુપુર સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ થયાં.

saveragujarat

દારૂબંધી વાળા ગુજરાતમાં વધી હેલ્થ પરમિટની સંખ્યા

saveragujarat

સેન્સેક્સમાં ૩૯૦, નિફ્ટીમાં ૧૧૩ પોઈન્ટનો ઘટાડો નોંધાયો

saveragujarat

Leave a Comment