Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

દરામલી ચોકડી ઉપર જાદર પોલીસ દ્વારા સલામતી અને સુરક્ષા ને લઈ કેમ્પ યોજ્યો.

સવેરાગુજરાત,ઇડર
અહેવાલ.મિલાપ નાયક

કોરોના મહામારી નાં બે વર્ષ પછી ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે ત્યારે રોડ પરથી સંઘ લઇ પ્રસાર થતાં હજારો પદયાત્રીઓની સલામતી અને સુરક્ષા ને લઇ જાદર પોલીસ દ્વારા પદયાત્રીઓ માટે હાઇવે રોડ પર કેમ્પ શરું કરવામાં આવ્યો છે.

ઉત્તર ગુજરાતનાં મોટા અંબાજી અને નાના અંબાજી તરીકે ઓરખાતા ખેડબ્રહ્મા ખાતે ભાદરવા સુદ પૂનમ નિમીતે લાખો શ્રદ્ધાળુઓ મતાજીનાં દર્શને જતાં હોય છે. ભાદરવી સુદ એકમ થી પુનમ સુધી પદયાત્રીઓ માતાજીનો સંઘ લઇ પગપાળા જતાં હોય છે. ત્યારે દીવસ રાત રોડ પરથી પ્રસાર થતાં લાખો શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવડતા ઉભી નાં થાય તેને ધ્યાને રાખી જાદર પોલીસ દ્વારા સુંદર અને સરાહનીય કામગીરી કરતા દરામલી ચોકડી ખાતે પોલીસ સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યો છે. ભાદરવા માસમાં ચાલતા જતા પદયાત્રીઓની સલામતી અને સુરક્ષા ને ધ્યાને રાખી પોલીસ દ્વારા યાત્રીઓની સહાયતા માટે પોલીસ કેન્દ્ર શરું કરવામાં આવ્યું છે.
હમણાં જ માલપુર ના ક્રિષ્નાપુરા માં ગોજારો અકસ્માત થયો હતો તેને ધ્યાનમાં લઈ પોલીસ તંત્ર દ્વારા ઇડર હિંમતનગર હાઇવે રોડ પર પદયાત્રીઓની સલામતી અને સુરક્ષા ને ધ્યાને રાખી પોલીસ દ્વારા ફોરલેન હાઇવે પર એક તરફ નો રોડ ફક્ત પદયાત્રીઓ માટે અને બીજી તરફ રોડ વાહનો માટે શરું કરવામાં આવ્યો છે જેને લઈ ને પદયાત્રીઓએ પોલીસ તંત્રના આ નિર્ણય ને બિરદાવ્યો છે.

Related posts

દ્વારકાધીશની નગરી દ્વારકા પણ બની શકે છે સોલાર સંચાલિત તીર્થસ્થાન

saveragujarat

ધોલેરા એસઆઇઆર ફયુચરિસ્ટીક સિટી આવનારા સમયમાં ભારતનું અતિ આધુનિક ઔદ્યોગિક કેન્દ્ર બનવા સજ્જ છે ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

saveragujarat

સરકારમાં દખલગીરી પર જાહેર ચર્ચા માટે કેજરીવાલે એલજીને પત્ર લખ્યો

saveragujarat

Leave a Comment