Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સરકારમાં દખલગીરી પર જાહેર ચર્ચા માટે કેજરીવાલે એલજીને પત્ર લખ્યો

સવેરાગુજરાત,નવી દિલ્હી, તા.૧૦
દિલ્હીમાં ચૂંટાયેલી સરકાર અને ઉપરાજ્યપાલ (એલજી) વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. સોમવારના રોજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાને ચિઠ્ઠી લખી હતી. આ ચિઠ્ઠીમાં કેજરીવાલે દિલ્હીની ચૂંટાયેલી સરકારના કામકાજમાં દખલગીરી અને મંત્રી પરિષદને બાજુ પર રાખીને ર્નિણયો લેવા પર જાહેર ચર્ચા માટે ઉપરાજ્યપાલને અપીલ કરી છે. એલજી દ્વારા પત્ર મોકલીને વિવિધ મુદ્દાઓ પર ખાનગી ચર્ચા માટે આમંત્રિત કર્યા બાદ મુખ્યમંત્રીએ પત્ર મારફત પોતાનો જવાબ મોકલ્યો છે.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પત્રમાં કહ્યું હતું કે તમે દિલ્હીની જનતા દ્વારા ચૂંટાયેલી સરકારને બાજુ પર રાખીને તમારું સ્ટેન્ડ જાહેર કરો. અધિકારીઓ પાસેથી સીધી નોટિફિટેશન જારી કરીને ૧૦ એલ્ડરમેન, પ્રિસાઈડિંગ ઓફિસર અને હજ કમિટીની નિમણૂકની લોકો દ્વારા આકરી ટીકા થઈ છે. કેજરીવાલે કહ્યું હતું કે તમે સરકારેને બાજુ પર રાખવા માટે તમારા દ્વારા કરવામાં આવેલી તમામ કાર્યવાહીનો સ્વીકાર કરતી વખતે તે તમામ કાયદાઓ અને જાેગવાઈઓમાં લખ્યું હતું કે ‘પ્રશાસક/ઉપરાજ્યપાલ’ નિમણૂક કરશે.વીજળી, આરોગ્ય, પાણી, શિક્ષણ સાથે સંબંધિત તમામ કાયદાઓ અને જાેગવાઈઓ સરકારને ‘પ્રશાસક/એલજી’ તરીકે વ્યાખ્યાયિત કરે છે તો શું તમે આ તમામ વિભાગોને સીધા જ ચલાવશો? તો પછી દિલ્હીની ચૂંટાયેલી સરકાર શું કરશે? શું આ ચૂંટાયેલી સરકારને લગતા સ્થાનાંતરિત વિષયો પરના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓથી વિરુદ્ધ નથી?આ પ્રશ્નો દિલ્હી અને સમગ્ર દેશના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી જ ખાનગી વાતચીત કરતા જાહેર ચર્ચા કરવી વધુ સારી. કેજરીવાલે પત્રમાં કહ્યું હતું કે મને ચર્ચા માટે આમંત્રણ આપવા બદલ આભાર. હું તમને મળવા ચોક્કસ આવીશ. તમારી અનુકૂળતા મુજબ સમય નક્કી કરવા હું તમારી ઓફિસનો સંપર્ક કરીશ.

Related posts

उत्तर भारतीय विकास परिषद का विस्तार कर 551 नए पदभार दिए गए ।

saveragujarat

સેન્સેક્સમાં ૧૪૯, નિફ્ટીમાં ૬૧ પોઈન્ટનો ઊછાળો જાેવાયો

saveragujarat

શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ, બાવળામાં શ્રી અબજીબાપા આરતી દિન – ૯પ મી જયંતીની થઈ ઉજવણી તથા વિવિધ સંસ્થાઓ દ્વારા આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીનું બહુમાન તેમજ દાનની સરવાણી…

saveragujarat

Leave a Comment