Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દ્વારકાધીશની નગરી દ્વારકા પણ બની શકે છે સોલાર સંચાલિત તીર્થસ્થાન

સવેરા ગુજરાત,રાજકોટ, તા.૧૩
મોઢેરા બાદ, ઁય્ફઝ્રન્નો પ્લાન બરાબર ચાલ્યો તો દ્વારકા સોલાર પાવરથી ચાલતું ગુજરાતનું બીજું શહેર બની શકે છે. આ ડિસકોમે (વીજ પુરવઠો પૂરી પાડતી કંપની) શહેરમાં સોલાર પાવરમાંથી કેટલા યુનિટ ઉત્પન્ન કરી શકાય તેનું મૂલ્યાંકન શરૂ કર્યું છે. મોઢેરા, જે સૂર્યમંદિર માટે પ્રખ્યાત છે, તેને ઓક્ટોબર ૨૦૨૨માં દેશનું પ્રથમ ૨૪ટ૭ સોલર પાવરથી ચાલતું ગામ જાહેર કરવામાં આવ્યું હતું. પાસે આવેલા શિવરાજપુર બીચને બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન અપાયું તે બાદ દ્વારકા ગુજરાતમાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં પણ જબરદસ્ત વધારો નોંધાયો છે. દ્વારકામાં ઓછામાં ઓછી ૨૦૦ હોટેલ અને ધર્મશાળા છે, જે ત્યાં આવતા પ્રવાસીઓને રહેવાની સગવડ પૂરી પાડે છે.PGVCL મુજબ, દ્વારકા નગરીમાં વાર્ષિક વીજળીનો વપરાશ ૨૦ મિલિયન યુનિટ છે અને જાે તે આટલો સોલાર પાવર જનરેટ કરી શકે તો તેને સોલાર પાવર્ડ ટાઉન તરીકે જાહેર કરવામાં આવશે.PGVCL ઈચ્છે છે કે- રહેણાંક, કોર્મશિયલ, હોટેલ અને ધર્મશાળા સોલાર જનરેટ કરે. અધિકારીઓએ અલગ-અલગ કેટેગરીના ગ્રાહકો સાથે સોલાર પાવર જનરેટ કરવા માટે તેમને સમજાવવા માટે અનેક રાઉન્ડની બેઠક યોજી છે. રેસિડેન્શિયલ ગ્રાહકો માટે સૂર્ય ગુજરાત યોજના છે, જે હેઠળ તેમને સબસિડી મળે છે. સરકારી બિલ્ડિંગોને ય્ઈડ્ઢછ દ્વારા આવરી લેવામાં આવશે.PGVCL ચીફ એન્જિનિયર આરજે વાળાએ જણાવ્યું હતું કે, અમે હોટેલો અને ધર્મશાળાઓ માટે સોલાર પાવરના અફોર્ડેબલ મોડલ પર કામ કરી રહ્યા છીએ. સોલાર પાવરને ઉત્પન્ન કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે તેઓએ પહેલા પૂરતાં પ્રમાણમાં રોકાણ કરવું પડશે.PGVCL વર્કશોપમાં હાજર રહેલા દ્વારકાના એક હોટેલ માલિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દ્વારકામાં ૨૦૦ જેટલી હોટેલો આવેલી છે. પરંતુ તેમા મોટાભાગની હોટેલો પાસે છત પર કાર્પેટ જગ્યાની અછત છે. સોલાર કંપની દ્વારકાના આસપાસના વિસ્તારમાં રહેલી મોટી જમીન પર સોલાર સિસ્ટમનું સ્થાપન કરીને હોટેલોને વીજ કનેક્શન આપશે. મોઢેરાને ૨૪ કલાક સોલાર પાવર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે સૂર્યમંદિરથી લગભગ છ કિમીના અંતરે આવેલા મહેસાણાના સજ્જનપુરમાં મોઢેરા સૂર્યમંદિર અને નગરનું સોલરાઈઝેશન શરૂ કર્યું હતું. રાજ્ય સરકારે પ્રોજેક્ટના વિકાસ માટે ૧૨ હેક્ટર જમીનની ફાળવણી કરી છે. કેન્દ્ર અને ગુજરાત દ્વારા બે તબક્કામાં ૮૦.૬૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે. પહેલા તબક્કામાં ૬૯ કરોડ અને બીજા તબક્કામાં ૧૧.૬૬ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

Related posts

છેલ્લા ૨૪ કલાકમાં એક લાખ ૭૨ હજાર કેસ નોંધાયા

saveragujarat

ભગવાન કૃષ્ણનું હૃદય હજુ જગન્નાથજીની મૂર્તિમાં ધબકે છે

saveragujarat

બિહારમાં ઝેરી દારૂ પીવાથી ૨૫ લોકોના મોત

saveragujarat

Leave a Comment