Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

મોંઘવારી, બેરોજગારી અને જીવનજરૂરિયાત વસ્તુઓ પર જીએસટીમાં વૃદ્ધિને લઇને રામલીલા મેદાનમાં કોંગ્રેસની રેલી યોજાઇ

 

નવી દિલ્હી ઃ૦૪, મોંઘવારી, બેરોજગારી અને જીવનજરૂરિયાત વસ્તુઓ પર જીએસટીમાં વૃદ્ધિને લઇને રામલીલા મેદાનમાં કોંગ્રેસની રેલી યોજાઇ હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીઅને પાર્ટીના અન્ય નેતાએ મોંઘવારી પર હલ્લા બોલ રેલીને સંબોધિત કરી હતી. જેમાં દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોના કાર્યકર્તા સામેલ થયા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં કેટલાક લોકો જાણી જાેઈને નફરત અને ડરનો માહોલ ઉભો કરી રહ્યા છે. રેલીમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો કે નરેન્દ્ર મોદી સરકારમાં ભવિષ્યનો ડર, મોંઘવારીનો ડર અને બેરોજગારીનો ડર વધી રહ્યો છે. આ રેલી ૭ સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી કાશ્મીર સુધી વિપક્ષી પાર્ટીની ૩૫૦૦ કિલોમીટરની ‘ભારત જાેડો યાત્રા’ પહેલા થઇ હતી. જ્યાં રાહુલ ગાંધી દેશભરમાં યાત્રા કરીને મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા પર ભાર આપશે અને સાંપ્રદાયિક સદભાવનાને પ્રોત્સાહન આપશે. ‘ભારત જાેડો યાત્રા’ કોંગ્રેસ પાર્ટીનો અત્યાર સુધીનો સૌથી મોટો જનસંપર્ક કાર્યક્રમ છે. જ્યા પાર્ટીના નેતા જમીની સ્તર પર સામાન્ય લોકો સુધી પહોંચશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે મીડિયા, ન્યાયપાલિકા, ચૂંટણી પંચ જેવી સંસ્થાઓ પર દબાણ વધી રહ્યું છે, સરકાર તે બધા પર હુમલો કરી રહી છે. આજે જે બેરોજગારી જાેવા મળી રહી છે તે આવનાર સમયમાં હજુ વધશે. મીડિયા દેશવાસીઓને ડરાવે છે, તેનાથી નફરત જન્મે છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં ભવિષ્ય, મોંઘવારી અને બેરોજગારીનો ડર વધી રહ્યો છે. જેના કારણે દેશમાં નફરત વધી રહી છે. નફરતથી લોકો અને દેશ વહેંચાય છે જેનાથી દેશ કમજાેર થાય છે. દેશની હાલત તમને જાેવા મળી રહી છે. જ્યારથી બીજેપી સરકાર આવી છે ત્યારથી દેશમાં નફરત અને ક્રોધ વધી રહ્યો છે. વર્તમાન સરકાર લોકોને ડરાવી રહી છે. આ ડરનો ફાયદો કિસાન અને મજૂરોને થઇ રહ્યો નથી

Related posts

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, ૧૨થી ૧૪ જૂન વચ્ચે ટકરાઈ શકે છે

saveragujarat

રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી મેચ જીતી

saveragujarat

ભારત-ફીજી વચ્ચે વિઝા મુક્તિ કરારો પર હસ્તાક્ષર થયા

saveragujarat

Leave a Comment