Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

ધોલેરા એસઆઇઆર ફયુચરિસ્ટીક સિટી આવનારા સમયમાં ભારતનું અતિ આધુનિક ઔદ્યોગિક કેન્દ્ર બનવા સજ્જ છે ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

 

સવેરા ગુજરાત, ધોલેરા તા. ૨૦
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સદીઓથી વેપાર-વણજ માટે જાણીતું ગુજરાત હવે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં વાયબ્રન્ટ સમિટ અને સર્વગ્રાહી વિકાસની સફળતાને પરિણામે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બની ગયું છે. તેમણે કહ્યું કે, દેશ અને દુનિયામાં જ્યારે વૈશ્વિક મંદીની વિપરીત અસર હતી તેવા સમયે પણ વડાપ્રધાન શ્રીના દિશાદર્શનમાં ભારતને આર્થિક મહાસત્તા બનાવવામાં ગુજરાત મહત્વનું પ્રદાન કરી રહ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ અને ઇન્વેસ્ટર ફ્રેન્ડલી સ્ટેટ તરીકે વડાપ્રધાનના નેતૃત્વમાં પ્રસ્થાપિત થયું છે. એટલું જ નહિ, ભારત સરકારના વિવિધ ઔદ્યોગિક માપદંડો ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, લોજિસ્ટીકસ પરફોર્મન્સ ઇન્ડેક્ષ, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ, સ્ટાર્ટઅપ રેન્કીંગ વગેરેમાં ગુજરાત ઘણા વર્ષોથી ટોચનું સ્થાન ધરાવે છે. દેશના સર્વગ્રાહી ઝડપી ઔદ્યોગિક વિકાસ અને અન્ય વ્યવસાયોને કાર્યક્ષમ રીતે જાેડવા દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરને સંલગ્ન જીૈંઇનો કોન્સેપ્ટ વડાપ્રધાન શ્રીએ વિકસાવેલો છે.


મુખ્યમંત્રી આ અંગેની વિસ્તૃત છણાવટ કરતાં કહ્યું કે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડીયા દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે નિર્માણ પ્રગતિમાં છે, ધોલેરા-ભીમનાથ રેલ્વે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન આગામી ૬ મહિનામાં પૂર્ણ થઇ જશે તેમજ ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે પણ કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રીએ વિશ્વાસ દર્શાવ્યો કે ‘આર્ત્મનિભર ભારત’ માટે મહત્વપૂર્ણ એવા ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર પ્રોજેક્ટમાં ધોલેરા પ્લગ એન્ડ પ્લે ફેસેલીટીઝ, સ્ટ્રેટેજિક લોકેશન અને મલ્ટી મોડેલ કનેક્ટીવીટીના કારણે આ કોરીડોર પ્રોજેક્ટ તેમજ પી.એમ. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનમાં પણ અગ્રિમ ભૂમિકા ભજવશે. તેમણે આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે દેશના અમૃતકાળમાં ભારતને વિશ્વનું વિકસીત રાષ્ટ્ર બનાવવા ધોલેરામાં ઉદ્યોગ-રોકાણકારોને વ્યવસાય-કારોબાર માટે આવવાનું આહવાન કર્યુ હતું.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલએ ગુજરાતના નાગરિકો જન્માષ્ટમી પર્વના સવિશેષ અભિનંદન આપતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશ આજે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. તાજેતરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન દેશભરમાં સફળ રહ્યું પ્રત્યેક દેશવાસીઓએ તિરંગો લહેરાવી એક જૂથ બની સમગ્ર વિશ્વને દેશની એકતાનો સંદેશો આપ્યો છે જેની વિશ્વએ નોંધ લીધી છે એ સૌ દેશવાસીઓ માટે ગૌરવ સમાન છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વાતંત્ર્ય પર્વના દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વિકસિત દેશના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે અને દેશવાસીઓ સંકલ્પબદ્ધ બન્યા છે ત્યારે દુનિયાની કોઈ તાકાત ભારતને વિકસિત દેશ બનવામાં રોકી શકશે નહીં એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના દ્રષ્ટિવંત આયોજન અને વિવિધ નીતિઓના કારણે આજે ગુજરાતનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને વિકસિત રાજ્ય બન્યું છે એના અનુભવનો લાભ આજે દેશવાસીઓને મળી રહ્યો છે. ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એવું જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આજે દેશભરમાં જાેવા મળી રહ્યું છે. ગુજરાતે ઉદ્યોગકારો માટે અનેકવિધ નીતિઓ અમલી બનાવી છે.


તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે સેમિકન્ડક્ટર્સ પોલીસી જાહેર કરી છે એ દેશમાં કોઈ જગ્યાએ નથી. પોલિસીના માધ્યમ દ્વારા ગુજરાત આજે તેજ ગતિથી વિકાસ પામી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનશ્રી હોલીસ્ટિક અને કોમ્પ્રિહેન્સિવ વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યા છે જેના પરિણામે વિશ્વભરમાં ભારતની નામના વધી છે અને વિશ્વના અનેક દેશો વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત આયોજનથી આકર્ષાયા છે. વિશ્વના શ્રેષ્ઠ લીડર્સના લીસ્ટમાં વડાપ્રધાન શ્રી મોદીનું નામ આજે ચર્ચાઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે તેમનું નેતૃત્વ સ્વીકારાયું છે એ જ દર્શાવે છે કે ભારત આજે વિકસિત દેશની હરોળમાં આવી ગયો છે. ભારત આગામી ૨૫ વર્ષમાં વિકાસ અને વિશ્વાસ સાથે આગળ વધશે એમાં સૌ દેશવાસીઓ સંકલ્પબદ્ધ બનશે તો ચોક્કસ આપણા દેશને વિશ્વ ગુરુ બનવાથી કોઈ રોકી શકશે નહીં એવો દૃઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા આજે ખૂબ જ તેજ ગતિથી વિકાસ કરી રહ્યો છે એ માટે તેમણે મુખ્યમંત્રીશ્રી સહિત સમગ્ર ટીમ ગુજરાતને અભિનંદન આપતા કહ્યું કે., ધોલેરાના વિકાસ માટે અબજાે રૂપિયાનું મૂડી રોકાણ આવી રહ્યું છે હાલ ૨૨ ચોરસ કિલોમીટર વિસ્તારમાં દશકો સુધી વિકાસ થશે અને જેમાં સિક્સ લેન નેશનલ હાઈવે અમદાવાદથી ધોલેરા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાનું વિશ્વનું મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. આ બંને પ્રોજેક્ટ વર્ષ-૨૦૨૪માં શરૂ થશે. ધોલેરા ખાતે વિવિધ માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં વીજળી, પાણી, રિસાયકલ વોટર પ્લાન્ટ અને સ્માર્ટ સિટીની કલ્પના કરાઈ છે જે આગામી સમયમાં સાકાર થતાની સાથે જ ધોલેરા- વિશ્વનું સૌથી મોટું શ્રેષ્ઠ મેન્યુફેક્ચરિંગ ઈન્વેસ્ટમેન્ટ ઝોન બની જશે. ગુજરાત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એનાથી પણ વધુ તેજ ગતિથી ધોલેરાનો વિકાસ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

Related posts

હું તો સામાન્ય પરિવારનો સંતાન છું, મારી કોઈ ઓકાત નથી : મોદી

saveragujarat

ઉનાળુ મગફળીના વાવેતરમાં આ વર્ષે પણ ભાવનગર નંબર વન

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજપૂત સમાજના બ્રેઇનડેડ યુવકનું અંગદાન

saveragujarat

Leave a Comment