Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ભારત-ફીજી વચ્ચે વિઝા મુક્તિ કરારો પર હસ્તાક્ષર થયા

નવી દિલ્હી, તા.૧૬
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર હાલ ફિજીના પ્રવાસે છે. ગઈકાલે તેમણે નાડીમાં ૧૨મા વિશ્વ હિન્દી સંમેલનમાં હાજરી આપી હતી. આજે તેઓએ ફિજીના વડાપ્રધાન સાથે મૂલાકાત કરી હતી. બેઠકમાં બંને દેશો વચ્ચે સહયોગ વધારવા પર વાતચીત થઈ હતી. બેઠક બાદ ભારતના વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે કહ્યું કે, ભારત અને ફિજી ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ સારા સંબંધો ધરાવે છે. બંને દેશો વચ્ચે વિઝા મુક્તિ કરાર પર હસ્તાક્ષર કર્યા થયા છે. તે બંને દેશોના નાગરિકો વચ્ચે પ્રવાસનને પ્રોત્સાહન આપશે. હિન્દી સંમેલનનો અનુભવ તમામ પ્રતિનિધિઓ અને તેમના પરિવારોને પણ ફિજીની મુલાકાત લેવા પ્રેરિત કરશે.એસ. જયશંકરે કહ્યું કે, ભારત અને ફિજી વચ્ચે લોકોના સંબંધો અને બંને દેશો વચ્ચેના સંબંધો પણ ઘણા જૂના છે. આરોગ્ય, શિક્ષણ અને કૃષિ જેવા રાષ્ટ્ર નિર્માણ ક્ષેત્રોમાં ફિજીને મદદ કરવીએ અમારા માટે આનંદની વાત છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, ફિજીના શેરડી ઉદ્યોગમાં પણ ભારતે ઘણી મદદ કરી છે. તેની સાથે જ, ભારત પુનઃપ્રાપ્ય ઉર્જા અને નાના અને મધ્યમ ઉદ્યોગોને આઈટીસપોર્ટ આપવાનું પણ તૈયારી કરી રહી છે. ફિજી કુદરતી આફતોનો ભોગ બને છે અને ભારત તેના મુશ્કેલ સમયમાં હંમેશા ફિજીની સાથે ઊભું રહ્યું છે. ભારતે કોરોના જેવા સમયમાં ફિજીને મદદ કરી અને વેક્સીન ફ્રેન્ડશીપ હેઠળ ફિજીમાં એક લાખ રસીના ડોઝ મોકલવામાં આવ્યા હતો.ફિજીના વડા પ્રધાન કહ્યું કે, હું ફિજીમાં સરકારની ૧૨મી વિશ્વ હિન્દી પરિષદની સહ યજમાની કરવા બદલ વડા પ્રધાન મોદી અને ભારતની પ્રશંસા કરું છું. એ કહેતા આનંદ થાય છે કે, ભારત હંમેશા ફિજીનો ખાસ મિત્ર અને ભરોસાપાત્ર ભાગીદાર દેશ રહ્યો છે, સાથે જ મળીને એક મજબૂત ભાગીદારી વિકસાવી છે જે રાષ્ટ્ર નિર્માણના તમામ ક્ષેત્રોને આવરી લે છે. જરૂરિયાતના સમયે ભારત હંમેશા પડખે ઊભું રહ્યું છે. અમે ભાગ્યશાળી છીએ કે, ભારતે કોરોના રોગચાળાના સંકટ દરમિયાન અમને રસી બનાવવામાં મદદ કરી છે.ભારત અને ફિજી વચ્ચે વિઝા મુક્તિ કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત બંને દેશોના એવા નાગરિકોને વિઝા મેળવવામાંથી મુક્તિ આપવામાં આવશે, જેમની પાસે રાજદ્વારી અને કામ સંબંધિત પાસપોર્ટ છે. તેનાથી ફિજી જનારા ભારતીયોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

Related posts

મોડાસાના સ્થાપના દિન નિમીતે આનંદ ઉત્સવ રંગારંગ કાર્યક્રમ યોજાયો.

saveragujarat

વહુની હત્યા કરનારા સસરાની પોલીસે આખરે ધરપકડ કરી

saveragujarat

अंध अपंग भाई बहनों ने इतना सुंदर काम करके गणेश जी की मूर्ति तथा उनकी सजावट की सभी चीजों को बनाया है

saveragujarat

Leave a Comment