Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી મેચ જીતી

હૈદરાબાદ, તા.૨
ગત વર્ષની ફાઇનલિસ્ટ રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને આઇપીએલની ૧૬મી સિઝનની ધમાકેદાર શરૂઆત કરી છે. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને ૨૦૩ રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં માત્ર ૧૩૧ રન જ બનાવી શકી અને ૭૨ રનના લક્ષ્યાંકથી પાછળ રહી ગઈ. છેલ્લી ઓવરમાં જમ્મુ-કાશ્મીરના બે યુવા ઝડપી બોલરોએ સિક્સર ફટકારી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. રાજસ્થાનની આ જીતમાં તેના બેટ્‌સમેનોની સાથે ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ અને સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.કેપ્ટન સેમસને તેની ૩૨ બોલની ઇનિંગ દરમિયાન ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ ગત સિઝનની રનર્સ-અપ રાજસ્થાન રોયલ્સે શાનદાર શરૂઆત કરી હતી. પાવરપ્લેમાં બટલર અને જયસ્વાલે (૩૭ બોલ, નવ ચોગ્ગા) ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા અને ટીમે પ્રથમ છ ઓવરમાં એક વિકેટે ૮૫ રન બનાવ્યા હતા. આ સાથે રાજસ્થાન રોયલ્સે ૈંઁન્માં પાવરપ્લેમાં પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો જે અગાઉ ૮૧ રન હતો. તે પાવરપ્લેમાં કોઈપણ ટીમ દ્વારા છઠ્ઠો સર્વોચ્ચ સ્કોર પણ હતો.ઈંગ્લેન્ડના લિમિટેડ ઓવરના કેપ્ટન બટલરે ત્રીજી ઓવરમાં ભુવનેશ્વરને ડીપ મિડવિકેટ પર સિક્સ ફટકારી અને જયસ્વાલે બે ચોગ્ગા ફટકારીને ઓવરમાં ૧૭ રન બનાવ્યા. બટલરે પછી હાથ ખોલીને વોશિંગ્ટન સુંદરની પહેલી જ ઓવરમાં મિડવિકેટ અને કાઉ કોર્નર પર બે જાેરદાર સિક્સર ફટકારી, જેમાં જયસ્વાલે ચોગ્ગા માટે બેકસ્કવેર લેગ પર બોલ મોકલ્યો. પાંચમી ઓવરમાં ચાર ચોગ્ગાથી ૧૭ રન થયા હતા.બટલરે છઠ્ઠી ઓવરમાં ફઝલહક ફારૂકીની બોલ પર ચોગ્ગો ફટકારીને માત્ર ૨૦ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. પરંતુ બાદમાં તે બોલ્ડ થઈ ગયો. આનાથી સનરાઇઝર્સ હૈદરાબાદે રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ રાજસ્થાન રોયલ્સના રન રેટ પર તેની કોઈ અસર જાેવા મળી નથી. જયસ્વાલને સપોર્ટ કરવા માટે કેપ્ટન સેમસન ક્રિઝ પર ઉતર્યો હતો. બંનેએ બીજી વિકેટ માટે ૫૪ રનની ભાગીદારી નોંધાવી હતી. જયસ્વાલે ડોમેસ્ટિક સર્કિટમાં પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને ૩૪ બોલમાં તેની અડધી સદી પૂરી કરી. આ સાથે ટીમે આઠમી ઓવરમાં ૧૦૦ રનનો આંકડો પાર કરી લીધો હતો. જાેકે, ૫૦ રન બનાવ્યા બાદ જયસ્વાલ લાંબો સમય ટકી શક્યો ન હતો અને તેને ૧૩મી ઓવરમાં ફઝલહક ફારૂકીએ તેનો બીજાે શિકાર બનાવ્યો હતો. કેપ્ટન સેમસન શરૂઆતથી જ ઝડપી સ્કોર કરી રહ્યો હતો જ્યારે ટીમ વારંવાર અંતરાલ પર વિકેટ ગુમાવી રહી હતી પરંતુ તે ૨૮ બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો.રાજસ્થાન રોયલ્સના ટોચના ત્રણ બેટ્‌સમેનોએ અદ્ભુત ફોર્મ દર્શાવ્યું હતું, જ્યારે યુવા દેવદત્ત પડિકલ (૦૨) ૧૫મી ઓવરમાં ઉમરાન મલિકની પ્રથમ બોલ પર ૧૪૯.૨ કિમી પ્રતિ કલાકની ઝડપે આઉટ થયો હતો. રિયાન પરાગ પણ જલ્દી પેવેલિયન પહોંચી ગયો. અંતે, શિમરોન હેટમાયર (૨૨ અણનમ, ૧૬ બોલ, એક ચોગ્ગો અને એક છગ્ગો) સ્કોર ૨૦૦ રન સુધી લઈ ગયો.

Related posts

શેરબજારમાં ફરી કડાકો : સેન્સેક્સ 55000ની નીચે

saveragujarat

વંદે ભારત ટ્રેન ઉપર સિલિગુડીમાં પથ્થરમારો

saveragujarat

કપડાં પહેરવાનો અધિકાર મૌલિક છે તો કપડાં ઉતારવાનો અધિકાર પણ મૌલિક બની જાય છે :સુપ્રીમ

saveragujarat

Leave a Comment