Savera Gujarat
Other

નશાબંધી નીતિના ચુસ્ત અમલ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ રાજ્યમાં બુટલેગરોની શાન ઠેકાણે લાવવા ગુજરાત સરકારે કડક કાયદાઓ બનાવ્યા છે : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

સવેરા ગુજરાત ગાંધીનગર તા.૨૭

અમદાવાદ અને બોટાદમાં બનેલી ઘટનાની તલસ્પર્શી તપાસ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના આદેશથી ૩ સભ્યોની સમિતીની રચના : સમિતીના અહેવાલને આધારે રાજ્ય સરકાર દ્વારા જરૂરી સુધારાત્મક અને શિક્ષાત્મક પગલા લેવાશે .બોટાદ, ધંધુકા સહિતના ત્રણ જિલ્લાઓમાં થયેલાં લઠ્ઠાકાંડ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હર્ષ સંઘવીએ ઝેરી લઠ્ઠાકાંડને કેમિકલકાંડ ગણાવ્યો હતો અને સાથે એમ પણ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા રોજીદ સહિતના ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરવામાં આવતાં ઝેરી કેમિકલ વેચવા માટે મજબૂર બન્યા હતા. સાથે હર્ષ સંઘવીએ કહ્યું કે, આ કેસ મામલે 10 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરાશે અને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેમિકલકાંડનો કેસ ચાલશે. તેમજ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું.હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં કહ્યું કે, આ ઘટનાથી હું અત્યંત દુઃખી છું. અમદાવાદની એક કેમિકલ કંપનીમાંથી કંપનીના કર્મચારી દ્વારા 600 લિટર ઝેરી કેમિકલ ચોરીને બોટાદ જિલ્લાના અલગ-અલગ ગામોમાં આ કેમિકલ વેચ્યું હતું. આ કેમિકલકાંડને કારણે 42 નાગરિકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 97 જેટલાં નાગરિકો સારવાર હેઠળ હોવાનું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.પહેલો કેસ મળતાંની સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મને અને હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ પટેલને સૂચના આપવામાં આવી હતી કે, એક-એક ગામોમાં પોલીસની તપાસ થાય અને શંકાસ્પદ વ્યક્તિઓને હોસ્પિટલ લઈ જવામાં આવે. ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ અને બોટાદ જિલ્લામાં 30 ટીમ અને 2500થી વધારે જવાનો અલગ-અલગ ગામોના ખેતરોમાં રાત્રે ટોર્ચ લાઈટ લઈને વ્યક્તિઓને શોધ્યા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અને તમામ વ્યક્તિઓને ડાયાલિસિસના મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા.હર્ષ સંઘવીએ કહ્યું કે, દર્દીઓને સમયસર ટ્રીટમેન્ટ આપવામાં આવતાં તેઓને બચાવી લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સતત 36 કલાક સુધી અલગ-અલગ ગામોમાં કોમ્બિંગ કરીને 550થી વધારે કેમિકલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને સુભાષ ત્રિવેદની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી દ્વારા બે દિવસ સુધીમાં રિપોર્ટ આપવામાં આવશે અને એ રિપોર્ટના આધારે તમામ દોષિતો સામે પગલાં ભરવામાં આવશે.હર્ષ સંઘવીએ કહ્યું કે, પોલીસ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, આ કેસમાં 10 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવશે. ફાસ્ટટ્રેક કોર્ટમાં આ કેસને ચલાવી ઝડપી ન્યાય મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. આ કેસમાં જોડાયેલાં મુખ્ય 15 આરોપીઓને બે દિવસમાં ઝડપી લેવામાં આવ્યા છે. કેમિકલ ચોરાયું તેનાથી લઈને વેચનાર સુધીના તમામ લોકોને પકડી પાડવામાં આવ્યા છે.

  • દારૂના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી અને વેચાણ અંગે રાજ્યભરમાં પોલીસ દ્વારા થતી કાર્યવાહી ઉપર પણ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સતત મોનિટરીંગ : સમગ્ર રાજ્યમાં દરોડા અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે.
  • સમગ્ર ઘટનામાં ઝડપી ડિટેક્શન અને તટસ્થ ઇન્વેસ્ટિગેશન માટે સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, સ્ટેટ મોનિટરીંગ સેલ અને ATSના ચુનંદા અધિકારીઓની ખાસ ટુકડીઓની રચના
  • આ સંદર્ભે ૩ ગુના દાખલ કરીને કુલ ૩૮-આરોપીઓમાંથી અત્યાર સુધી ૧૫-આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે
  • ભાવનગર અને અમદાવાદની વિવિધ હોસ્પિટલ ખાતે કુલ ૯૭ દર્દીઓ દાખલ છે જેમાંથી ૯૫ દર્દીઓની સ્થિતિ સામાન્ય છે જ્યારે ૨ દર્દીઓની સ્થિતિ ગંભીર જણાયેલ છે.

Related posts

શેરબજારમાં નવા રોકાણકારોના ઉત્સાહને બ્રેક: અનેક IPOના ધબડકાથી ચિંતા વધી

saveragujarat

સિંગતેલ-કપાસિયા તેલના ભાવ ફરી વધારો

saveragujarat

અંબાજી ગામના નામ આગળ શ્રી ઉમેરવા PMOમાં ઓનલાઈન અરજી કરવામા આવી છે

saveragujarat

Leave a Comment