Savera Gujarat
Other

અંબાજી ગામના નામ આગળ શ્રી ઉમેરવા PMOમાં ઓનલાઈન અરજી કરવામા આવી છે

સવેરા ગુજરાતંબાજી:-  અંબાજી ગામ નું નામ શ્રી-અંબાજી કરવા પીએમઓ મા સુનીલ બ્રહ્મભટ્ટે દ્વારા રજુઆત કરાઈ ધર્મનગરી અંબાજી એટલે કે યાત્રાધામ અંબાજી નું નામ લેતાં મનન ધાર્મિક અનુભૂતિ થાય એવુ શક્તિપીઠ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ટેકનોલોજી ના માધ્યમ થી પણ હજારો લોકો નિત્યદિન માતાજીના દર્શન નો લાભ લેતા હોય છે માઁ જગદંબા ના નામ પરથી અંબાજી ગામનું નામ પડેલ છે શક્તિપીઠ અંબાજી ને માત્ર અંબાજી કહેવું એના કરતાં શ્રીઅંબાજી કહી શકાય તો નામ લેવા માત્ર થી મનમાં ધાર્મિક અનુભૂતિ કરી શકાય અને દરેક ભાવિક ભક્તો ની શ્રદ્ધા જોડાયેલી છે યાત્રાધામ અંબાજી માં આવતા સંઘો ને રથો ના કારણે અંબાજી ની ગલીએ ગલીઓ માં નિત્યદિન જય અંબે નો નાદ ગુંજે છે. ગ્રામજનો પણ એકબીજા ને મળે.ત્યારે જય અંબે બોલીને અભિવાદન કરે છે નાના મોટા અબાલ વૃદ્ધ હરેક ના મુખ પર સદાય જય અંબે રટાતું રહે છે અને ધર્મ આસ્થા શ્રદ્ધા શક્તિ ભક્તિ ના કેન્દ્ર સમી અંબાજી નગરી આખા વિશ્વ વ્યાપી છે શ્રીઅંબાજી બોલતાની સાથે જ શ્રદ્ધા ઉમટી આવે તેવી ભાવના સાથે અંબાજી ગામના નામ ની આગળ શ્રી જોડવામાં આવે તો શ્રીઅંબાજી કહેતા યાત્રિકો તેમજ ગ્રામજનો ના મનમાં શીતળતા ની અનુભૂતિ થાય એવા વિચાર સાથે અંબાજી ગામના નામ આગળ શ્રી ઉમેરવા અંબાજીના ધાર્મિક અને લોકજાગૃતિ ના કામમા હર હંમેશ આગળ રહેતા એવા સુનીલ બ્રહ્મભટ્ટે પ્રધાનમંત્રી કાર્યાલયમાં ઓનલાઈન અરજી કરી છે


Related posts

રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ

saveragujarat

વિસનગર તાલુકામાં ૧૦૦૦ થી વધુ લોકોને ફુડ પોઇઝનીંગ. આરોગ્યમંત્રી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા.

saveragujarat

સાંસદ સંજય રાઉતને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામથી ધમકી

saveragujarat

Leave a Comment