Savera Gujarat
Other

શેરબજારમાં નવા રોકાણકારોના ઉત્સાહને બ્રેક: અનેક IPOના ધબડકાથી ચિંતા વધી

મુંબઈ: એટીએમથી લઈને ઝોમેટો અને છેલ્લે ભારતીય જીવન વિમા નિગમ (એલઆઈસી)ના આઈપીઓમાં જે રીતે રોકાણકારોને ‘શેર-માથે-પડયા’ જેવો ઘાટ થયો છે તથા હાલમાં શેરબજારમાં સતત રેડ-ઝોન જેવી સ્થિતિ છે તથા નવા આઈપીઓને પણ બ્રેક લાગી ગઈ છે તેનાથી જૂનમાં નવા ડી-મેટ એકાઉન્ટ ખોલવામાં પણ હવે રોકાણકારોનો ઉત્સાહ ઠંડો પડી ગયો છે. 2022ના પ્રારંભનો બ્રોકરેજ ફર્મ માટે ડીમેટથી જ કપાવી જેવો સમય હતો. 2022ના જાન્યુથી જૂન સુધીમાં 1.6 કરોડ નવા ડીમેટ એકાઉન્ટ ખુલ્યા હતા.
જે 2021ના પ્રથમ છ માસના 1.24 કરોડ નવા ડીમેટ એકાઉન્ટ સામે સૌથી વધુ હતા. પણ જૂન 2022માં ફકત 17 લાખ જેટલા ડીમેટ એકાઉન્ટ ખુલ્યા જે છેલ્લા 13 માસના સૌથી ઓછા એકાઉન્ટ છે. એલઆઈસીના આઈપીઓમાં આ નિગમના પોલીસી હોલ્ડર્સથી લઈને રોકાણકારોમાં જબરો ક્રેઝ હતો અને ઓકટોબર 2021માં 35 લાખ નવા ડીમેટ એકાઉન્ટ ખુલ્યા હતા પણ બાદમાં એક બાદ એક આંતરરાષ્ટ્રીય પરિબળો માર્કેટ પર હાવી થવા લાગ્યા હતા.
ઈકવીટી માર્કેટમાં નવા રોકાણકારો માટે આઈપીઓના માર્ગે આવવું એ સૌથી સલામત ગણાતું હતું પણ જે રીતે ઉંચા ભાવના આઈપીઓમાં લીસ્ટીંગ બાદ ધબડકા થયા અને રીટેલ ઈન્સ્પેકટર્સના ગળામાં એલોટ્ટ થયેલા શેર ભરાઈ પડયા પછી નવા ડીમેટમાં પણ બ્રેક લાગી છે અને હવે સારા ચોમાસા સહિતની સ્થિતિ બાદ તથા યુક્રેન યુદ્ધમાં કેટલું લાંબુ ખેચાય છે તેના પર નજર છે. વૈશ્વિક મંદીના આગમનની પણ ચિંતા છે.

Related posts

ભારતની ચિંતા વધી, વિદેશથી આવતા મુસાફરોમાં ૩૯ કોવિડ પોઝિટીવ

saveragujarat

મહેસાણા, પાટણમાં લકઝરી બસ અને નર્મદાથી અકલેશ્વર જતી એસ.ટી બસના સર્જાયેલા ત્રણ અકસ્માતમાં ૫૩ લોકોને નાની મોટી ઇજા : ૪ની હાલત ગંભીર

saveragujarat

દેશભરમાં સિંગલ નોડલ એજન્સી- S.N.A.ની પહેલ કરનાર એકમાત્ર રાજ્ય ગુજરાત બન્યું,જન આરોગ્ય, સુખાકારી- સુવિધામાં ગુજરાત સરકાર ની આગવી પહેલ.

saveragujarat

Leave a Comment