Savera Gujarat
Other

લાલુ યાદવના નજીક મનાતા ભોલા યાદવની CBIએ કરી ધરપકડ

નવી દિલ્હી તા.૨૭

કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ બુધવારે મોટી કાર્યવાહી કરતા લાલુ યાદવના પૂર્વ OSD ભોલા યાદવની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ધરપકડ રેલવે ભરતી કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં કરવામાં આવી છે. એટલું જ નહીં CBIએ બિહારના પટના અને દરભંગામાં ચાર સ્થળો પર દરોડા પાડ્યા છે.ભોલા યાદવ 2004 થી 2009 સુધી લાલુ યાદવના ઓએસડી હતા. તે સમયે લાલુ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા. આ સાથે જ રેલવેમાં ભરતી કૌભાંડ સામે આવ્યું હતું. આરોપ છે કે ભોલા યાદવ આ કૌભાંડનો કથિત સૂત્રધાર છે.વાસ્તવમાં આ મામલો ભરતી કૌભાંડ સાથે જોડાયેલો છે. આરોપ છે કે લાલુ યાદવ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે નોકરી અપાવવાના બદલામાં જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. આ મામલામાં તપાસ કર્યા બાદ સીબીઆઈએ લાલુ યાદવ, રાબડી દેવી, મીસા યાદવ, હેમા યાદવ અને એવા કેટલાક ઉમેદવારો સામે કેસ નોંધ્યો છે જેમને પ્લોટ અથવા પ્રોપર્ટીના બદલામાં નોકરી આપવામાં આવી હતી.

Related posts

કિસાન ઉત્પાદન સંગઠનો ભારતને બાજરા કેન્દ્ર બનાવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

saveragujarat

કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશે બિન સંસદીય શબ્દો વાપરતા 7 દિવસ માટે સસ્પેન્ડ,કોંગ્રેસનું વોકઆઉટ-વિધાનસભામાં થયો મોટો હોબાળો

saveragujarat

અમે નોર્થ ઈસ્ટમાં વિકાસનો કોરિડોર બનાવી રહ્યા છીએ ઃ વડાપ્રધાન મોદી

saveragujarat

Leave a Comment