Savera Gujarat
Other

રાધણગેસ સબસીડી નાબુદ થવાની અણી પર, કેન્દ્ર સરકારનો ૨૪૧૭૨ કરોડનો બોજાે ઓછો થશે

નવી દિલ્હી,તા. ૨૩
કેન્દ્ર સરકાર રાંધણગેસ સીલીન્ડર પરની સબસીડી સંપૂર્ણ ખત્મ કરવાના આરે પહોંચી ગઇ છે. પેટ્રોલીયમ મંત્રાલય દ્વારા લોકસભામાં જારી કરેલા આંકડાકીય રિપોર્ટ અંતર્ગત ૨૦૧૧માં રાંધણ ગેસ સબસીડી ૧૧૮૯૬ કરોડ હતી તે હવે ૨૦૨૨માં માત્ર ૨૪૨ કરોડ રહી ગઇ છે. પેટ્રોલીયમ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ લોકસભામાં લેખિત જવાબમાં કહ્યું હતું કે ભારતમાં પેટ્રોલ-ગેસની કિંમત આંતરરાષ્ટ્રીય ભાવના આધારે નક્કી થાય છે છતાં સરકાર વખતોવખત ભાવ નિયંત્રણમાં રાખવા પ્રયત્નો કરે છે. રાંધણ ગેસ સિલીન્ડર સબસીડી પેટે નાણાકીય વર્ષ ૨૦૧૮માં ૨૩૪૬૪ કરોડ, ૨૦૧૯માં ૩૭૨૦૯ કરોડ તથા ૨૦૨૦માં ૨૪૧૭૨ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ૨૦૨માં માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ સબસીડી આપવાનું નક્કી થતાં લાભાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થઇ ગયો છે. આ યોજના હેઠળનાં લાભાર્થીઓને વર્ષમાં ૧૨ સીલીન્ડર દીઠ રૂા. ૨૦૦-૨૦૦ની સબસીડી ચૂકવવામાં આવે છે. અને સીધી બેંક ખાતામાં જ જમા કરવામાં આવે છે. દેશમાં રાંધણ ગેસમાં ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. સિલીન્ડરની કિંમત ૫૮૧.૫૦ હતી તે હાલ દિલ્હીમાં ૧૦૫૩ છે.

Related posts

ગોંડલમાં ૧૮ દિવસમાં ૧૫ લોકોએ આત્મહત્યા કરી

saveragujarat

મોડાસાના સાર્વજનિક હોસ્પિટલ ની:શુલ્ક કેમ્પનુ આયોજન,સાથે હોસ્પિટલના સહસ્થાપક અને આધ સ્થાપકની મૂર્તિનું અનાવરણ કરાયું.

saveragujarat

રાષ્ટ્રધ્વજના વેચાણ પર GST લાગુ નહી પડે

saveragujarat

Leave a Comment