Savera Gujarat
Other

રાષ્ટ્રધ્વજના વેચાણ પર GST લાગુ નહી પડે

નવી દિલ્હી તા.9
નાગરીકોની રાષ્ટ્રભાવના પ્રગટ કરતા રાષ્ટ્રધ્વજના વેચાણને જીએસટીમાંથી મુક્તિ આપવાનું કેન્દ્ર સરકારે જાહેર કર્યુ છે. હાથ બનાવટના હોય કે મશીનથી ઉત્પાદીત તમામ પ્રકારના રાષ્ટ્રધ્વજને જીએસટીમાંથી મુક્તિ રહેશે.
કેન્દ્રીય મહેસુલ વિભાગે જારી કરેલા પરિપત્રમાં એવી ચોખવટ કરવામાં આવી છે કે પોલીયેસ્ટર અથવા મશીનથી બનેલા રાષ્ટ્રધ્વજ પણ જીએસટીમાંથી મુક્ત રહેશે. કેન્દ્ર સરકારે ગત ડિસેમ્બરમાં ફલેગકોડ ઓફ ઈન્ડિયા 2002માં સુધારો કર્યો હતો જે અંતર્ગત જીએસટી મુક્તિ રહેશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની ઓફીસ દ્વારા પણ ટવીટ મારફત એમ જણાવાયું છે કે ભારતના રાષ્ટ્રધ્વજ જીએસટીમાંથી મુક્ત રહેશે તે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
કેન્દ્ર સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર ત્રિરંગા સ્કીમ જાહેર કરી છે તેવા સમયે નાણામંત્રાલયે રાષ્ટ્રધ્વજના વેચાણ પર જીએસટી લાગુ ન પડતુ હોવાનું ચોખવટ કર્યુ છે.

Related posts

કોહલી-શાહરુખ જ્યાં રોકાયા હતા એ રૂમમાં રોકાયા બ્રિટિશ PM

saveragujarat

નોટબંધીના ર્નિણયને પડકારતી તમામ અરજીઓ સુપ્રીમે ફગાવી

saveragujarat

એજન્ટે મલેશિયા-સિંગાપોરના ટ્રિપના નામે ૪.૫૦ લાખ પડાવી લીધા

saveragujarat

Leave a Comment