Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ગોંડલમાં ૧૮ દિવસમાં ૧૫ લોકોએ આત્મહત્યા કરી

સવેરા ગુજરાત, ગોંડલ તા. ૦૯
ગોંડલ શહેર અને પંથકમાં છેલ્લા થોડા સમયથી આપધાત કરી જીવન ટૂંકાવી લેવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો જાેઇએ તો ૧૮ દિવસમાં ૨ મહિલા અને ૧ તરૂણ સહિત કુલ ૧૫ વ્યક્તિએ જીવનનો અંત આણી લીધો છે. એક યુવાનને તેની પૂર્વ પત્નીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ટોણો મારતાં લાગી આવતાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તમામ બનાવો પરથી એક બાબત એ ફલિત થાય કે યુવાનોમાં પ્રેમમાં નિષ્ફળતા કે લગ્ન સંબંધમાં લાગણીનો અભાવ કે પછી આર્થિક ભીંસની બાબતમાં ધીરજથી કામ લેવાની આવડતનો અભાવ જાેવા મળી રહ્યો છે. જીવનને દીઘદ્રર્ષ્ટિથી જાેવાને બદલે નાની એવી બાબતમાં લાગી આવતાં ફાંસો ખાઇ લેવાના બનાવમાં વધારો થતાં સમગ્ર સમાજ માટે આ બાબત ચિંતાજનક બની ૨હી છે. જાેકે, આવી ઘટના રોકવા શું થઇ શકે તે બાબતે સમાજે અને વાલીઓએ આત્મમંથન કરવાની જરૂર છે. પંથકમાં આપઘાતના બનેલા બનાવો તવારીખ જાેઇએ તો ૧૯ જુલાઇથી આવા બનાવોનો જાણે સિલસિલો બની ગયા અને જામવાડી જીઆઇડીસીમાં રહેતા પરિવારના ધો.૧૨માં ભણતા પુત્રે આપધાત કરી લીધા બાદ આવા બનાવો વધતાં ગયા. બીમારીથી કંટાળી મોતને વ્હાલુ કરી લેવાના બે બે બનાવ, આર્થિક સંકડામણ કે બેકારીથી મોત માગી લેવાના ચારથી વધુ બનાવ સામે આવ્યા હતા છે. એક પરિણીતાના લગ્ન તૂટી ગયા બાદ બીજા લગ્નના મહિનામાં આપઘાત કરી જિંદગીને અલવિદા કરી દીધી. આ બાબતે મનોવેજ્ઞાનિકે કહ્યું હતું કે, સ્ત્રીઓ આત્મહત્યાના પ્રયાસ કરે છે. જ્યારે પુરુષોમાં આત્મહત્યાંથી મૃત્યુનું પ્રમાણ ઊંચું છે. આત્મહત્યાના બનાવો પાછળ બેરોજગારી તેમજ ભવિષ્યની ચિંતા મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા દસ વર્ષમાં આત્મહત્યાના કેસમાં બહુ મોટો ઉછાળો આવ્યો છે. જે સમાજ માટે ચિંતાનું બહુ કારણ કરી શકાય છે. રાજ્યમાં પતિ પત્નીની હત્યાના કિસ્સાઓનો ગ્રાફ જાણે વધી રહ્યો હોય તેમ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક ઘાતકી હત્યાનો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. પત્નીએ કંટાળીને પતિની હત્યા કરી નાંખી છે. શહેરના છાણીમાં ટીપી ૧૩ વિસ્તારમાં સોમેશ્વર મહાદેવ સામે વીએમસી ક્વાટર્સમાં ૪૨ વર્ષના નવીન ગોરધનભાઇ શર્માની હત્યા થઇ છે. તેઓ પોતાની પત્ની રંજન, ૮ વર્ષના પુત્ર અને ૬ વર્ષની પુત્રી સાથે રહેતો હતો. તેના બાજુના ઘરમાં પિતા રહે છે.

Related posts

પરીક્ષા પૂરી થવાની 30 મિનિટ પહેલા ધોરણ-10 નું હિન્દીનું પેપર વાયરલ

saveragujarat

કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા,એક કલાકમાં બે વખત ધરા ધ્રૂજી

saveragujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા પંચભૂતમાં થયા વિલિન

saveragujarat

Leave a Comment