Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ગુજરાતમાં આગામી ૫ દિવસ અતિભારે વરસાદ રહેશે! અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના

 

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૩
ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો બીજાે રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૫ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા ૨૩ જુલાઇથી ૨૭ જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે જુલાઈમાં દક્ષિણ ગુજરાત અને કચ્છમાં મેઘરાજાએ પૂરની સ્થિતિ કરી મૂકી છે અને સીઝનનો ૫૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. પરંતુ હવે વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ઘમરોળશે. ગુજરાતને સૌથી મોટો દરિયા કિનારો મળ્યો છે, ત્યારે ફરીથી દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરી છે. એટલું જ નહીં, હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની સંભાવનાને પગલે કચ્છ, ઉત્તર ગુજરાતમાં શનિવાર અને રવિવારે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે એટલે કે (૨૩ જુલાઈ ૨૦૨૨)ના રોજ રાજ્યના કેટલાક સ્થળે ભારે વરસાદ પડી શકે છે. જેમાં હવામાન વિભાગે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ વોર્નિંગ અપાઈ નથી.
ગુજરાત રિજયન માટે વોર્નિંગ અને છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ૨૩, ૨૪ અને ૨૫ જુલાઈના રોજ રાજ્યમાં વોર્નિંગ જાહેર કરીને ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે મહત્તમ વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨૪ જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ૨૬ જુલાઈથી વરસાદનું પ્રમાણ ઓછું થશે, જેના કારણે કેટલાક સ્થળે વરસાદ રહેશે. ૨૪ અને ૨૫ જુલાઈએ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં માછીમારો માટે વોર્નિંગ જાહેર છે. અમદાવાદમાં છુટોછવાયો વરસાદ આવી શકે છે. આવતીકાલે પણ છૂટોછવાયો વરસાદ રહેશે. નોંધનીય છે કે, ગુજરાતમાં ૨૮૫ દ્બદ્બ ના બદલે ૪૬૪ દ્બદ્બ વરસાદ નોંધાયો છે. હાલ ૬૨ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. દરિયામાં લો પ્રેશર એક્ટિવ થયું છે, જે આગામી ૨૪ કલાકમાં ગુજરાત પહોંચી શકે છે. લો પ્રેશરને કારણે અમદાવાદ સહિત રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં લો પ્રેશરની અસર શુક્રવાર રાતથી જ શરૂ થઈ જશે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે તેમજ અતિભારે વરસાદ પડી શકે છે. શનિવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબીમાં ઓરેન્જ, જ્યારે જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે અનેક જિલ્લામાં વરસાદનું જાેર વધી શકે છે. કચ્છમાં શનિવારે રેડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ, જ્યારે રાજકોટ, બોટાદ, પોરબંદર, અમદાવાદ,, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.

Related posts

દાણીલીમડા અને જમાલપુરથી ૨૧ જુગારિયા ઝડપાઈ ગયા

saveragujarat

સાબરકાંઠા એસ.ઓ.જી ની ટીમને ગેરકાયદેસર હથિયાર પકડવામાં વધુ એક મળી સફળતા.

saveragujarat

વોડાફોન આઈડિયા આપી રહી છે આ શાનદાર પ્લાન, ઓછી કિંમતે બે મહિના સુધી દરરોજ મળશે 4GB ઈન્ટરનેટ…

saveragujarat

Leave a Comment