Savera Gujarat
Other

અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીના કૌભાંડનો પર્દાફાશ

સવેરા ગુજરાત, અમદાવાદ તા.૧૨
અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે અને ટર્મીનલ મેનેજર સહિત ચાર કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. દુબઈથી ૨.૦૨ કરોડનું સોનુ લઈને આવેલા બે પ્રવાસીઓ પણ ઝબ્બે થયા છે. ડીરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસનીશ એજન્સીઓને એવી શંકા છે કે એરપોર્ટ ઓથોરીટીના ટર્મીનલ મેનેજર તથા કોન્ટ્રાકટ પર કામ કરતા ત્રણ સફાઈ કામદારો સોનાની દાણચોરીના રેકેટનો એક ભાગ છે. ભુતકાળમાં પણ દાણચોર સીન્ડીકેટના કેરિયરને ઈમીગ્રેશન કાઉન્ટરથી બારોબાર બહાર નીકળવાની વ્યવસ્થા કરી દેવામાં આવી હશે.
સૂત્રોના કહેવા પ્રમાણે ૨૦૧૯માં અમદાવાદ એરપોર્ટ પરથી ૪૦૦૦ કિલો સોનાની દાણચોરીનું મસમોટુ રેકેટ પકડી પાડવામાં આવ્યું હતું. ત્યારપછી પણ હજુ સીસ્ટમ ફુલપ્રુફ બની નથી. આ વખતના કેસમાં તો દાણચારો દ્વારા વીઆઈપી લોન્જનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દાણચોરોના કેરિયર હેન્ડબેગેજમાં જ સોનુ લાવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ બાદ તેઓ ૧લા માળના એરોબ્રીક થઈને પશ્ર્‌ચીમ ઉતરીને ગ્રાઉન્ડ ફલોર પર આવ્યા હતા. ઈમીગ્રેશન કાઉન્ટર પાસે વીઆઈપી લોન્જ છે. આ સ્થળેથી તેઓ કૌભાંડમાં એરપોર્ટ કર્મચારીને સોનુ સોપીને ઈમીગ્રેશન કાઉન્ટરમાંથી બહાર નીકળી જવાના હતા. વીઆઈપી લોન્જમાં એરાઈવલ તથા ડીપાર્ચર માટે ખાસ વ્યવસ્થા છે. અસામાન્ય સંજાેગોમાં જ એરપોર્ટ સ્ટાફને તેના ઉપયોગની છુટ્ટ છે. કૌભાંડમાં સામેલ કર્મચારીઓ અનુકુળ સમયે આ માર્ગેથી જ સોનાની ડીલીવરી કરવાના હતા. રેસ્કયુ ઈન્ટેલીજન્સને દુબઈથી આવતા બે પ્રવાસીઓ પાસે દાણચોરીનું સોનુ હોવાની અને ઈમીગ્રેશન સેન્ટર પર કર્મચારીને સોપનાર હોવાની બાતમી હતી. બે શંકાસ્પદ પ્રવાસીની તલાશી લેવામાં આવતા ૩.૮૫ કિલોના ૩૩ બીસ્કીટ મળી આવ્યા હતા તેની બજાર કિંમત રૂા.૨.૦૨ કરોડ થવા જાય છે. ૧.૩૯ કરોડની કસ્ટમ ડયુટી ચોરીનો કેસ કરાયો છે. પુછપરછમાં તેઓએ કર્મચારીઓના નામ આપ્યા હતા.

Related posts

આજે અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા, 26 દર્દીઓ સાજા થયા, એક પણ મોત નહીં

saveragujarat

ગુજરાતમાં નવા સત્રથી ધોરણ 1 થી 3માં ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવાશે, શિક્ષણમંત્રીની જાહેરાત

saveragujarat

સેન્સેક્સમાં ૪૨૦, નિફ્ટીમાં ૧૨૯ પોઈન્ટનો મોટો કડાકો

saveragujarat

Leave a Comment