Savera Gujarat
Other

ગુજરાતમાં નવા સત્રથી ધોરણ 1 થી 3માં ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવાશે, શિક્ષણમંત્રીની જાહેરાત

સવેરા ગુજરાત/ગાંધીનગર :ગુજરાતના વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કાચો ન રહી જાય તે માટે હવે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા આજે એક મોટી જાહેરાત કરાઈ છે.

જીતુ વાઘાણીની જાહેરાત પ્રમાણે નવા સત્રથી ધોરણ 1 થી 3માં ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવવાનો નિર્ણય કર્યો છે. ધોરણ 1 અને 2 માં મૌખિક અને ધોરણ 3 માં પુસ્તક હશે. વિદ્યાર્થીઓને શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી શીખવાશે. બાળકની નાની ઉંમર હોય ત્યારે તેમની યાદ શક્તિ સારી હોય છે, જેના કારણે સરકારનો નાની ઉંમરથી જ અંગ્રેજી વિષય ભણાવવાનો નિર્ણય કરાયો છે.નોંધનીય છે કે, હાલમાં રાજ્યમાં પાંચમાં ધોરણથી અંગ્રેજી વિષય ભણાવવામાં આવે છે. પરંતુ હાલમાં અંગ્રેજીનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી બની ગયું છે અને તેવામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અંગ્રેજીમાં પાછળ ન રહી જાય તે માટે સરકાર શરૂઆતથી જ આ વિષય ભણાવવાનું શરૂ કર્યું છે. ધોરણ-1 અને ધોરણ-2થી જ અંગ્રેજી ભણાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કોચા ન રહી જાય. પરંતુ હા… ધોરણ 1 અને 2 માં મૌખિક અને ધોરણ 3 માં અંગ્રેજી પુસ્તક મારફતે ભણાવવામાં આવશે. ધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓને મૌખિક શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી શીખવાશે. વર્તમાન સમયમાં અંગ્રેજી આવડવું ઘણું મહત્વનું બની ગયું છે અને તેનું મહત્વ પણ વધ્યું છે. આજકાલ દરેક જગ્યાએ અંગ્રેજી ભાષાની જરૂર પડે છે. તેથી બાળકો નાનપણથી જ અંગ્રેજીમાં પકડ મજબૂત બને તેના માટે અને આગળ જતાં તેમને તકલીફનો સામનો કરવો ના પડે તેના માટે આ નિર્ણય લેવાયો છે. બાળકની નાની ઉંમર હોય ત્યારે તેની યાદ શક્તિ સારી હોય છે, જેણા કારણે આ નિર્ણય લેવાયો છે.

Related posts

વિશ્વ ગુજરાતી સમાજ યુથવિંગમાં સૌ પ્રથમ કન્વીનર તરીકે પૌરસભાઈ પટેલ નિમણૂક

saveragujarat

મોદી વિકાસની વણથંભી યાત્રા ગુજરાતને આપતા ગયા :અમિત શાહ

saveragujarat

GUJARAT CORONA UPDATE:-21 ના મોત,8862 રિકવર થયા,નવા કેસ 2909

saveragujarat

Leave a Comment