Savera Gujarat
Other

ડોલર સામે ભારતીય રૂપિયો વધુ પટકાયો : 79.62ના નવા ઐતિહાસિક નીચા સ્તરે

નવી દિલ્હી,તા. 12 : કરન્સી માર્કેટમાં અમેરિકી ડોલર સામે ભારતીય રુપિયાને ગગડતો રોકવા માટે રિઝર્વ બેન્કનાં એક પછી એક પગલા છતાં રુપિયો સતત તૂટતો જ રહ્યો હોય તેમ આજે સતત બીજા દિવસે નવા નીચા સ્તરે સરકી ગયો હતો અને પ્રારંભિક કામકાજમાં 79.62ની ઐતિહાસિક તળિયાની સપાટીએ બોલાતો હતો.
ડોલર સામેની નિર્ભરતા ઘટાડવા ભારતીય રુપિયામાં આયાત-નિકાસનાં વ્યવહારો કરવા સહિતના પગલા રિઝર્વ બેન્કે લીધા છે. આ પગલાઓ પછી રુપિયો ઘટતો અટકશે તેવી અટકળો વ્યક્ત થતી હતી પરંતુ આજે સવારથી જ ડોલર સામે રુપિયો દબાણ હેઠળ આવી ગયો હતો અને સતત ઘટતો રહ્યો હતો. વિદેશી નાણા સંસ્થાઓએ શેરબજારમાંથી છેલ્લા મહિનાઓમાં અબજો રુપિયાનું નાણુ પાછુ ખેંચી લીધું હોવાથી તેનું દબાણ કરન્સી માર્કેટમાં વર્તાઇ રહ્યું છે. આ સિવાય ક્રૂડ, ખાતર, ગેસ સહિતનાં આયાત બીલ ઘણા વધી ગયા હોવાના કારણોસર પણ રુપિયામાં પ્રેશર છે. ભારતીય વિદેશી હુંડીયામણ પણ સતત ઘટતું રહ્યું છે.

Related posts

અમદાવાદના પ્રોફેસરને વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિમાં મળ્યું સ્થાન

saveragujarat

ચૂંટણીની ટિકિટ મેળવવા મોબાઇલ ટાવર ચડો!!! ભરત વૈષ્ણવ

saveragujarat

૮ મા વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે “વિશ્વ યોગ દિવસ-સામાન્ય યોગ અભ્યાસક્રમ” પુસ્તિકાનું વિમોચન કર્યું

saveragujarat

Leave a Comment