Savera Gujarat
Other

ભારતનું બીજા નંબરનું ક્રુડતેલ સપ્લાયર બનતું રશિયા

નવી દિલ્હી:
દેશમાં ક્રુડતેલની આયાતમાં યુક્રેન યુદ્ધના કારણે આવેલા એક મોટા બદલાવમાં ઈરાન બાદ રશિયા હવે ભારતનું બીજા નંબરનું સૌથી મોટુ ક્રુડતેલ સપ્લાયર દેશ બની ગયો છે અને સાઉદી અરેબીયાને પણ રશિયાએ પાછળ રાખી દીધુ છે. યુક્રેન યુદ્ધના કારણે એક તરફ ક્રુડતેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ અમેરિકા સહિતના દેશોએ રશિયા પર જે પ્રતિબંધ મુકયો છે
તેના કારણે રશિયાનું ક્રુડતેલ વિશ્વના બહુ મર્યાદીત દેશો સુધી પહોંચી શકે છે પણ ભારતે આ પ્રકારની ક્રુડતેલની સર્જાયેલી આફતને અવસરમાં ફેરવી છે અને વિશ્વના ત્રીજા નંબરના સૌથી મોટા આયાતકાર તરીકે ભારતને આંતરરાષ્ટ્રીય માર્કેટ કરતા ડીસ્કાઉન્ટથી ક્રુડતેલ પુરુ પાડીને હાલ એક રાહત સર્જી છે. મે માસમાં રશિયાએ ભારતને 2.5 કરોડ બેરલ ક્રુડ તેલ પુરુ પાડયુ છે.
જે ભારતની કુલ આવશ્યકતાના 16% છે. હાલ ચીન એ રશિયાના ક્રુડતેલનું સૌથી મોટુ ખરીદાર છે અને હવે તેમાં ભારત બીજા ક્રમે છે અને ભૂતકાળમાં રશિયાથી ક્રુડતેલ ખરીદવું એ ભારતને મોંઘુ પડતુ હતું અને શીપમેન્ટ સહિતની સમસ્યા હતી અને તેથી ઓપેક દેશો પર ભારતનો આધાર વધુ છે. હજું પણ ઈરાન ભારતનું સૌથી મોટુ ક્રુડતેલ નિકાસકાર રાષ્ટ્ર છે. બીજી તરફ યુરોપીયન દેશો જે રશિયાના સૌથી મોટા ગેસ અને પેટ્રો ખરીદનાર રાષ્ટ્રો હતા પણ હવે ડિસેમ્બર સુધીમાં યુરોપીયન દેશો રશિયાની નિર્ભરતા ઘટાડે છે પણ તેની સામે ચીન એ રશિયાની ઉર્જા ખરીદીમાં નંબર વન રાષ્ટ્ર બની ગયું છે.

Related posts

અમદાવાદ ખાતે નાગલઘામ ગ્રુપ દ્વારા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

saveragujarat

સરકારી ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીની રેપ બાદ હત્યા

saveragujarat

આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે

saveragujarat

Leave a Comment