Savera Gujarat
Other

રામમંદિર નિર્માણ માટે દાનનો ધોધ વહાવી દેતાં ભક્તો: 42 દિવસમાં 3400 કરોડ મળ્યા

નવીદિલ્હી, તા.14
રામ મંદિર નિર્માણ માટે દેશભરમાં ચલાવવામાં આવેલા નિધિ સમર્પણ અભિયાનનો ઑડિટ રિપોર્ટ લગભગ તૈયાર થઈ ચૂક્યો છે. દેશના 90% જિલ્લાઓનું ઑડિટ થઈ ચૂક્યું છે જે પ્રમાણે 3400 કરોડ રૂપિયાનું નિધિ સમર્પણ મળ્યું હોવાની જાણકારી સામે આવી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ જિલ્લાવાઈઝ અભિયાનનું ઑડિટ કરાવી રહ્યું છે. જો કે ટ્રસ્ટ સૂત્રોનું કહેવું છે કે ફાઈનલ ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ આ રકમમાં વધારો થઈ શકે છે.
રામમંદિર નિર્માણ માટે 15 જાન્યુઆરી મકર સંક્રાંતિથી 27 ફેબ્રુઆરી સંત રવિદાસ જયંતી 2021 સુધી દેશના તમામ રાજ્યોમાં નિધિ સમર્પણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ટ્રસ્ટે 10,100 અને 1000ના કૂપન દ્વારા દેશના દરેક વર્ગ પાસેથી નિધિ સમર્પણ પ્રાપ્ત કર્યું હતું. માર્ચ-2021 સુધી થયેલા ઑડિટમાં ટ્રસ્ટને 3400 કરોડ રૂપિયા મળ્યા હતા. અલગ-અલગ રાજ્યના એકમો જિલ્લાવાઈઝ પોતાના સ્તર પર ઑડિટ કરાવીને ટ્રસ્ટને રિપોર્ટ આપી રહ્યા છે. મોટાભાગના જિલ્લાઓનું ઑડિટ પૂર્ણ થઈ ચૂક્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું
કે નિધિ સમર્પણ અભિયાનથી પ્રાપ્ત રકમનો આંકડો ઑડિટ પૂર્ણ થયા બાદ જ મળશે. ઘણા ભક્તો એવા છે જેમાં મંદિર માટે ચેક મારફતે નિધિ સમર્પણ કર્યું હતું જેમાં ટેકનીકલ ગરબડોને પગલે 22 કરોડના અંદાજે 20 હજાર ચેક બાઉન્સ થઈ ગયા હતા. અંદાજે 15 હજારથી વધુ ચેક પરત આપવામાં આવ્યા હતા. અયોધ્યા જિલ્લાના બે હજાર જેટલા ચેક બાઉન્સ થયા હોવાનું જણાઈ રહ્યું છે. આ લોકો સાથે ટ્રસ્ટની ટીમે વાત કરી ટેકનીકલ ખામીઓ દૂર કરાવીને નિધિ સમર્પણ કરાવ્યું હતું.
શ્રીરામ મંદિર નિર્માણ માટે ચલાવવામાં આવેલા વિશ્ર્વના સૌથી મોટા નિધિ સમર્પણ અભિયાનનો ટ્રસ્ટ દ્વારા અભ્યાસ પણ કરાવવામાં આવશે. આ માટે ઑક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી ટ્રસ્ટ પાસે એક પ્રસ્તાવ પણ આવ્યો હતો પરંતુ ટ્રસ્ટે તેને ટાળ્યો હતો. ટ્રસ્ટનું કહેવું છે કે કોઈ ભારતીય સંસ્થાન પાસેથી જ આ અભિયાનનો અભ્યાસ કરાવવામાં આવશે.

રકમ – દાન આપનારા લોકોની સંખ્યા
1થી 5 લાખ – 31663
5થી 10 લાખ – 1428
10થી 25 લાખ – 950
25થી 50 લાખ – 123
50 લાખથી એક કરોડ – 127
એક કરોડથી વધુ – 74

Related posts

શાક બજારમાં ૨૦થી ૨૫ રૂ. કિલો મળતું ફુલાવર પ્રાંતિજના ખેડૂતો ૨થી ૪ રૂ. કિલો વેચવા મજબૂર

saveragujarat

Ola બાદ આ ભારતીય કંપનીએ લોન્ચ કરી ઈ-બાઈક, જાણો શું છે કિંમત

saveragujarat

અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ ૨૧ વિધાનસભા માટે પોલીસ અધિકારી-કર્મચારીઓ અને હૉમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

saveragujarat

Leave a Comment