Savera Gujarat
Other

ઇડર તાલુકાના કેટલાક ખેડૂતો સાથે ડોલ્ફીન એગ્રો નામની કંપનીના ભાગીદાર દ્વારા મગફળી ની ખરીદી કરી છેતરપીંડી આચરતા રજુઆત કરાઈ

ઈડર તાલુકાના મેસણ, પોશીના, ચિત્રોડા,રામપુર, ચોરીવાડ, ચોટાસણ, ચોટાસણ કંપા,કડીયાદરા, લક્ષ્મીપુરા, ભદ્રેસર વિગેરે ગામના ખેડૂતોએ સને ૨૦૨૦/૨૧ ની સાલમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું .અને જેની ઉપજ તૈયાર થતાં ડોલ્ફીન એગ્રો નામની કંપનીમાં ભાગીદાર પ્રજાપતિ રાજેન્દ્રભાઈ સેધાભાઈ તથા મોહમ્મદ હનીફ શેખ આ બંને ભાગીદારોએ ભેગા મળી મેસણ ગામના નિવાસી હિતેશ નરસિંહભાઈ પટેલ તથા સવાઈસિંહ ઉર્ફે ગેમર ગોકુલસિંહ રાજપુરોહિતે એક સંપ થઈ ઉપરોક્ત ગામના ખેડૂતો પાસેથી તૈયાર મગફળીની ઉપજ ખરીદ કરેલ અને તેના બદલામાં સરકારશ્રીના નીયમ મુજબ ચેકથી નાણાં ચૂકવવાનું નક્કી કરેલ માટે ખેડૂતોને ચેકો આપેલ પરંતુ પાકતી તારીખે ખેડુતોએ સદર ચેકો બેંકમાં ક્લિયરન્સ માટે જતા અપૂરતા ભંડોળના કારણે ચેકો પરત ફરેલ હતા. આમ ખેડૂતો સાથે આબાદ રીતે છેતરપિંડી કરેલ હતી. અને આ બાબતે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. અને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવ્યા હતાં. પરંતુ મુખ્ય આરોપીઓ પૈકી હનીફ શેખ નામનો ઈસમ ઈડર પોલીસે આજદીન સુધી પકડેલ નથી. તેમજ જાણવા મળેલ માહિતી મુજબ સાત એક દિવસ જેટલો રિમાન્ડ મેળવેલા હોવા છતાં ખેડૂતો પાસેથી મેળવેલ મગફળી કે છેતરપિંડી કરેલ રકમ રૂ.૧ કરોડ ઉપરાંતની માતબર રકમ કે નાસતો ભાગતો આરોપી હનીફને આજદિન સુધી પકડાયેલ નથી. આમ ઈડર પોલીસની કામગીરી પણ શંકા ઉપજાવનાર છે. તેમજ આરોપીઓને જામીન મળી જાય તો મુખ્ય આરોપી રાજેન્દ્રભાઈ સેધાભાઈ પાછળથી હાથમાં આવે તેમ નથી અને છેતરપિંડી કરેલ મુદ્દામાલ સગેવગે કરી ભોગ બનનાર ખેડૂતોને ઘણું મોટું પારાવાર નુકશાન જાય તેમ છે. તેવું આ આવેદનપત્ર/વિનંતીપત્ર દ્વારા ઈડર વડાલીના ધારાસભ્ય હિતુભાઈ કનોડિયાને ભોગ બનનાર ખેડૂતોએ રજૂઆત કરી હતી .ત્યારે આ મામલે ધારાસભ્ય હિતુભાઈ કનોડિયાએ ઈડર પોલીસને ઝડપી કાયૅવાહી કરવા તેમજ યોગ્ય નિરાકરણ લાવવા માટે ભલામણ કરી હતી.

Related posts

હૈદરાબાદ સામે લખનૌનો આસાનીથી વિજય થયો

saveragujarat

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી એકાએક સૌરાષ્ટ્રમાં : આજે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે કરશે મુલાકાત, મા ખોડલના આશીર્વાદ મેળવશે

saveragujarat

સેન્સેક્સમાં ૨૩૪, નિફ્ટીમાં ૧૧૧ પોઈન્ટનો ઊછાળો જાેવાયો

saveragujarat

Leave a Comment