Savera Gujarat
Other

સેન્સેક્સ 1500 પોઇન્ટ ગગડ્યો, રૂપિયો 78.21ના તળિયે

મુંબઇ,તા. 13
શેરબજાર તથા કરન્સી માર્કેટમાં આજે કોહરામ સર્જાયો હોય તેમ પ્રચંડ ગાબડા પડ્યા હતા. સેન્સેક્સમાં 1500 પોઇન્ટનો કડાકો સર્જાયો હતો જ્યારે ડોલર સામે ભારતીય રુપિયો એક જ ઝાટકે 38 પૈસા તૂટીને 78.21ના નવા તળિયે ધસી પડ્યો હતો.

શેરબજારમાં આજે શરુઆત જ ગેપડાઉન રહી હતી. અમેરિકામાં મોંઘવારીનો દર 40 વર્ષની ઉંચાઈએ પહોચતા વિશ્વ બજારો વિકએન્ડમાં જ ગબડી ગયા હતા. અમેરિકામાં વ્યાજ દરમાં આક્રમક વધારો થવાની આશંકા વચ્ચે આજે એશિયાથી માંડીને વિશ્વભરના તમામ શેરબજારોમા મંદીનું મોજુ ફરી વળ્યું હતું. ભારતીય માર્કેટને લાગેવળગે છે ત્યાં સુધી વૈશ્વિક મંદીની અસર ઉપરાંત ક્રૂડ તેલના ઉછાળાથી ફરી વખત મોંઘવારીનો રાઉન્ડ શરુ થવાની આશંકા વિદેશી નાણા સંસ્થાઓની એકધારી વેચવાલી અર્થતંત્રના વિકાસને અસર થવાની ભીતિ સહિતના કારણોથી માર્કેટ નીચે સરકી ગયું હતું.

ચોમાસુ ફરી સક્રિય થતા અને ઝડપભેર જુદા-જુદા રાજ્યોમાં એન્ર્ટ્રી લઇ લીધી હોવાના હકારાત્મક કારણને ડીસ્કાઉન્ટ કરી દેવામાં આવ્યું હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે આર્થિક મંદીના ભણકારા અને મોંઘવારીની આશંકા જેવા કારણો જ માર્કેટને હચમચાવી રહ્યા છે. ત્રિમાસિક પરિણામો પણ આકર્ષક નહીં આવવાની ભીતિ વ્યક્ત થઇ રહી છે અને તેને કારણે માર્કેટ મંદીમાં સપડાયું છે.આજે ઇન્વેસ્ટરોનાં 4 લાખ કરોડનું ધોવાણ થયું હોવાનું અંદાજ છે.

શેરબજારમાં આજે તમામેતમામ ક્ષેત્રના શેરોમાં ગાબડા પડ્યા હતા. બજાજ ફીન સર્વિસ, હિલ્દાલકો, બજાજ ફાયનાન્સ, ટાટા મોટર્સ, રિલાયન્સ, એચડીએફસી, વોડાફોન, સુઝલોન, ટીસ્કો, ટીસીએસ, ટેક મહીન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ એશિયન પેઇન્ટસ, ભારતી એરટેલ, ડો. રેડ્ડી, એચસીએલ ટેક, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઇન્ફોસીસ, કોટક બેન્ક, મારુતિ, નેસ્લે, સ્ટેટ બેન્ક સહિતના શેરોમાં ગાબડા પડ્યા હતાં.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1500 પોઇન્ટના કડાકાથી 52800 સાંપડ્યો હતો જે ઉંચામાં 53207 તથા નીચામાં 52791 હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 16,000ની નીચે ઉતરી ગયો હતો અને 413 પોઇન્ટના કડાકાથી 15788 હતો જે ઉંચામાં 15886 તથા નીચામાં 15773 હતો. એલઆઈસીનો ભાવ 700ની નીચે ઉતરી ગયો હતો અને 687 સાંપડ્યો હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે રુપિયામાં 38 પૈસાનું જોરદાર ગાબડુ પડ્યું હતુ. અને 78.21ના ઐતિહાસિક તળિયે પહોંચી ગયો હતો.

Related posts

નવાબંદરે લાપત્તા 8 ખલાસીઓમાંથી બેના મૃતદેહ મળ્યા : સી-પ્લેન ઉતર્યું

saveragujarat

ગાંધીનગરમાં આરોગ્ય, શિક્ષણ, પંચાયત, ન્યાય સહિતના સરકારી કર્મચારીઓએ મહા આંદોલનનું રણશિંગૂ ફૂક્યું

saveragujarat

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન-ડે યોજાશે

saveragujarat

Leave a Comment