Savera Gujarat
Other

આનંદો..મુંબઈમાં ચોમાસાની ‘એન્ટ્રી’ : 15મી સુધીમાં ગુજરાતમાં પ્રવેશ

રાજકોટ,તા. 11
નૈઋત્ય ચોમાસુ એકાદ અઠવાડિયા સુધી સ્થગિત રહ્યા બાદ હવે અત્યંત જોરપૂર્વક આગળ ધપવા લાગ્યું હોય તેમ આજે મુંબઈમાં પ્રવેશ મેળવી લીધો છે અને આગામી 15 જૂન સુધીમાં ગુજરાતમાં પણ એન્ટ્રી લઇ લેશે તેવી આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

આજે તેઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે નૈઋત્ય ચોમાસાએ મધ્ય અરબી સમુદ્ર તથા કોંકણના મોટાભાગના વિસ્તારોને કવર કરી લીધા છે. કોંકણ કવર થઇ જતાં મુંબઈમાં પણ એન્ટ્રી થઇ ગઇ છે.

આ ઉપરાંત મધ્ય મહારાષ્ટ્રના ભાગો તથા કર્ણાટકના ભાગોમાં આગળ ધપતુ રહ્યું છે. ચોમાસાની ઉત્તરીય રેખા હવે અરબી સમુદ્રમાં 20 ડીગ્રી ઉત્તરથી દહાણુ, પૂના, બેંગ્લોર, પોંડેચેરી અને સીલીગુડી બાજુ પહોંચી છે.

તેઓએ કહ્યું કે, ઝડપી ગતિ વચ્ચે ચોમાસુ આગામી 15મી જૂન સુધીમાં જ ઉતરીય અરબી સમુદ્રમાં દાખલ થઇ જશે એટલે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ મેળવી લેશે.દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપરાંત 15મી જૂન સુધીમાં ઓડિસા, બિહાર, ઝારખંડ અને બંગાળના તટીય વિસ્તારોમાં પણ એન્ટ્રી મેળવી લેશે. આ સિવાય સમગ્ર પશ્ચિમ બંગાળના પહાડી ભાગો અને સિક્કીમને પણ કવર કરી લેશે.
મુંબઈમાં ચોમાસાની ‘એન્ટ્રી’ સાથે જ વરસાદ શરુ થઇ ગયો હોય તેમ આજે સવારથી જ અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા આવતા ત્રણ-ચાર દિવસ દરમિયાન સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું કે ચોમાસુ યોગ્ય ગતિએ આગળ ધપી રહ્યું છે. મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો, ગોવા અને તેને લાગુ કોંકણના વિસ્તારોમાં આવતા ત્રણ-ચાર દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. આજ રીતે આવતા પાંચ દિવસ દરમિયાન પૂર્વોતર ભારત, પશ્ચિમ બંગાળ તથા સિક્કીમમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.

આજે સાંજ સુધીમાં મુંબઇના થાણે, રાયગઢ, પાલઘર, રત્નાગીરી અને આસપાસનાં ભાગોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ થવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ હવામાન વિભાગે કહ્યું કે, હવે દેશનાં મોટાભાગના રાજ્યોમાં ભીષણ ગરમીમાંથી રાહત મળશે અને આવતા દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

આજે દિલ્હીમાં તાપમાન સામાન્યથી 2 ડીગ્રી ઉચુ હતું પરંતુ વાદળો છવાવાની અને આંધી ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે. મધ્યપ્રદેશમાં પણ 15 જૂન સુધી પ્રિ-મોન્સુન વરસાદ થવા સાથે ત્યાં સુધી ચોમાસાનો પ્રવેશ થઇ જવાની શક્યતા છે.

Related posts

જેકલીન ફર્નાન્ડીઝની પૂછપરછ બાદ નોરાનોને દિલ્હી પોલીસે સમન્સ મોકલ્યું

saveragujarat

ગુજરાતના 4 પોલીસ કર્મીઓનુ રાજસ્થાન કાર અકસ્માતમા મોત,હવાઈ માર્ગે પાર્થિવ દેહ ગુજરાત પહોચાડાશે CM એ આપ્યા આદેશ.

saveragujarat

સેન્સેક્સમાં ૩૯૦, નિફ્ટીમાં ૧૧૩ પોઈન્ટનો ઘટાડો નોંધાયો

saveragujarat

Leave a Comment