Savera Gujarat
Other

અમદાવાદમાં HSRP નંબર પ્લેટ નહીં રાખનાર અને રોંગ સાઈડમાં વાહન ચલાવનાર ઉપર પોલીસની ધોંસ

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેના પરીણામે ટ્રાફિક પોલીસે એચએસઆરપી નંબર પ્લેટને લઈને સ્પેશ્યિલ ડ્રાઇવની શરૂઆત કરી છે. જેમાં શહેર પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ 11 જૂન સુધીમાં એચએસઆરપી નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો સામે કાર્યવાહી કરશે.

આ સાથે રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી થશે. પહેલા હેલ્મેટ ફરજિયાત પહેરવા અંગે પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. ત્યારે હવે ફરી એકવાર ટ્રાફિક પોલીસે રોંગ સાઈડ પર વાહન ચલાવનાર અને એચએસઆરપી નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા ડ્રાઈવનું આયોજન કર્યું છે.
રોંગ સાઈડ પર વાહન ચલાવવાને કારણે ગંભીર અકસ્માતો થતા હોય છે.

ત્યારે કેટલાક અકસ્માત થતા વાહનની એચ.એસ.આર.પી નંબર પ્લેટ ન હોવાને કારણે અકસ્માત કરનારની ઓળખ કે શોધખોળ કરવામાં મુશ્કેલી ઉભી થતી હોય છે. જેને ધ્યાને રાખી એક અઠવાડિયા સુધી ટ્રાફિક પોલીસ દ્વારા આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.

જેમાં ટુ વ્હીલર ચાલકને રૂ.1500નો દંડ અને ફોર વ્હીલર ચાલકો માટે 3000 અને ભારે વાહનો માટે 5000નો દંડ નક્કી કરવામાં આવ્યો છે. જેને ધ્યાને રાખી કમિશ્નર દ્વારા 11 જૂન સુધી સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના ૧૨ થી ૧૪ ની વયના બાળકો માટે કોરોના રસીકરણનો ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો

saveragujarat

તામિલનાડુમાં રથયાત્રા પર હાઈ વોલ્ટેજ વાયર પડતાં ૧૧નાં મોત

saveragujarat

સેન્સેક્સમાં ૬૩૫, નિફ્ટીમાં ૧૮૬ પોઈન્ટનો કડાકો થયો

saveragujarat

Leave a Comment