Savera Gujarat
Other

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના ૧૨ થી ૧૪ ની વયના બાળકો માટે કોરોના રસીકરણનો ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો

સવેરા ગુજરાત-આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના ૧૨ થી ૧૪ ની વયના બાળકો માટે ગાંધીનગર સેક્ટર-૨૪ ના અર્બન હેલ્થ સેન્ટર થી કોરોના રસીકરણ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે.
તદ્ઉપરાંત ૬૦ થી વધુ વયના તમામ વયસ્કો માટે પ્રિ-કોશન ડોઝનો પણ મંત્રી એ આરંભ કરાવ્યો છે.
ભારતીય વૈજ્ઞાનિકોએ ખૂબ જ ટૂંકા ગાળામાં સ્વદેશી વેક્સિન બનાવી તેમાં પણ બાળકો માટે ગણતરીના મહિનાઓમાં વેક્સિન ઉપલબ્ધ કરાવીને વૈશ્વિક સ્તરે ભારતીય વૈજ્ઞાનિકોની સંશોધન શક્તિનો પરચો કરાવ્યો છે તેમ મંત્રી એ ભારપૂર્વક કહ્યું છે.
૧૨ થી ૧૪ની વયના બાળકો માટે આરંભાયેલા રાજવ્યાપી કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત રાજ્યના ૨૨ લાખથી વધુ બાળકોને બે હજારથી વધુ કેન્દ્રો પર વેક્સિનેટ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે આરંભવામાં આવી છે. જેમાં ૨૫૦૦ થી વધુ વેક્સિનેટર રાજ્યના બાળકોને વેક્સિનેટ કરવાની કામગીરી હાથ ધરશે.

બાળકોને શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોર્બેવેક્સ વેક્સિનનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવશે.જ્યારે 28 દિવસના અંતરાલ બાદ બાળકોને વેક્સિનનો બીજો ડોઝ લગાવવામાં આવશે તેમ મંત્રીએ જણાવીને રાજ્ય સરકાર પાસે કોર્બેવેક્ષ વેક્સિનના પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાંવ્યું હતુ.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ થી દેશભરમાં આરંભાયેલા કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત દેશમાં ૧૮૦ કરોડ ડોઝની સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતે પણ ૧૦ કરોડ ૪૭ લાખ ડોઝ કોરોના રસીકરણ દ્વારા રાજ્યના નાગરિકોને કોરોના રસીકરણ સામે સુરક્ષિત કર્યા છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના વાલીઓને બાળકોને કોરોનાની રસી અપાવીને કોરોના સામે સુરક્ષિત કરવા અનુરોધ કર્યો છે.
૧૨ થી ૧૪ ની વયના બાળકોના રસીકરણ પ્રસંગે ગાંધીનગર મેયર  હિતેશભાઇ મકવાણા,કોર્પોરેટરઓ, જિલ્લાના અગ્રણીઓ,આરોગ્ય અધિકારીઓ, હેલ્થકેર વર્કસ અને મોટી સંખ્યામાં બાળકો અને ૬૦ થી વધુ વયના વયસ્કો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સહારાના સુબ્રતો રોય સામે વડોદરામાં નોંધાઈ ફરિયાદ

saveragujarat

આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થતા મુખ્યમંત્રી

saveragujarat

કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશે બિન સંસદીય શબ્દો વાપરતા 7 દિવસ માટે સસ્પેન્ડ,કોંગ્રેસનું વોકઆઉટ-વિધાનસભામાં થયો મોટો હોબાળો

saveragujarat

Leave a Comment