Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરમત ગમતરાજકીયવિદેશ

દેત્રોજ તાલુકાની બ્રાન્ચ શાળામાં મુખ્ય શિક્ષક મહેશભાઇ ગજ્જરને શ્રેષ્ઠ શિક્ષકનો ચિત્રકૂટ એવોર્ડ અપાયો

સવેરા ગુજરાત, દેત્રોજ તા. ૧૪
દેત્રોજ તાલુકાની દેત્રોજ બ્રાન્ચ શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેશભાઈ બી.ગજ્જર શિક્ષણ, વહીવટ, સમાજસેવા અને શિક્ષણ સિવાયની અન્ય ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ચિત્રકૂટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. વિશ્વ વંદનીય શ્રી મોરારીબાપુના હસ્તે તા.૧૧.૫.૨૦૨૨ને બુધવારે મુકામ તલગાજરડા તા.મહુવા, જી.ભાવનગર ખાતે કાળી કામળીની સાલ, રામનામી જપમાલા અને સન્માનપત્ર આપીને ચિત્રકૂટ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જે બદલ દેત્રોજ તાલુકાના પ્રા. શિ. સંઘ,અને દેત્રોજ તાલુકાના તમામ શિક્ષકો અને ગ્રામજનોએ આ ચિત્રકૂટ એવોર્ડ દેત્રોજ તાલુકામાં પ્રથમ વખત મળવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

Related posts

અમદાવાદના પ્રોફેસરને વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિમાં મળ્યું સ્થાન

saveragujarat

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ જિલ્લામાં વરસાદ થયો

saveragujarat

એસડીજી “રેડયૂસિંગ ઇનઇકવેલીટીસ”માં વિશ્વ સ્તરે 8મુ સ્થાન પ્રાપ્ત કરતી KII

saveragujarat

Leave a Comment