Savera Gujarat
Other

ખાનગી હોસ્પિટલમાં અંદાજે પાંચ લાખના ખર્ચે થતું ઓપરેશન ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ વિના મૂલ્યે થયું

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૦૪
અમદાવાદની સિવિલ મૅડિસિટી ખાતે ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના હેડ એન્ડ નેક ઓન્કોલોજી વિભાગના તબીબોએ ૯ કલાકની ભારે જહેમત બાદ રાજકોટના શાકભાજી વેચતા ગરીબ મહિલા દર્દી સોનલબહેનની ગળા પરની ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું. અમે ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના હેડ એન્ડ નેકના સર્જન પ્રિયાંક રાઠોડને પૂછ્યું કે, કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિયૂટમાં અનેક ઓપરેશન થતા હોય છે ત્યારે આ ઓપરેશન આપની ટીમ માટે કેમ પડકારરૂપ હતું ? જવાબમાં ડો. રાઠોડ કહે છે ઃ આ કેસમાં દર્દીનું ટ્યૂમર ધમની અને શીરાને ચોંટેલુ હતુ અને જાે ઓપરેશન દરમિયાન રક્તસ્ત્રાવ થાય તો દર્દીનું મૃત્યું થવાનું જાેખમ રહેલું હતું. આમ, આ ઓપરેશન ઘણું જાેખમી હતું. ડો. પ્રિયાંક ઓપરેશન માટે અન્ય ટીમના સભ્યોને શ્રેય આપતા કહે છે, આ અઘરું ઓપરેશન એનેસ્થેસિયા અને પ્લાસ્ટિક સર્જરીની ટીમ સાથેના સંકલન અને સહયોગના કારણે આ અમે કરી શક્યા.
આ ઓપરેશનનો બીજાે પડકાર વર્ણવતા ડો. પ્રિયાંક રાઠોડ કહે છે દર્દીના ગળાની ડાબી બાજુએ અંદાજે ૨.૫ કિલોની ગાંઠ હતી. આ ગાંઠ દૂર કરીએ તો રિકન્સ્ટ્રક્શન માટે આટલી ચામડી લાવવી કઈ રીતે તે પણ એક પ્રશ્ન હતો. પણ પ્લાસ્ટિક સર્જરી ટીમે તે કાર્ય ઉત્કૃષ્ટ રીતે કર્યું. તબીબી પરિભાષામાં સુપ્રા મેજર સર્જરી તરીકે ઓળખાતી આ સર્જરી વિશે ડો.પ્રિયાંક કહે છે કે, દર્દીના ગળાની ડાબી બાજુએ આશરે અઢી કિલોની આટલી મોટી ગાંઠ અગાઉ ક્યારેય કોઈ દર્દીમાં જાેવા મળી નથી. વળી, ઉપ્લબ્ધ તબીબી સાહિત્યમાં પણ આવી ગાંઠ વિશે કોઈ ઉલ્લેખ જાેવા મળતો નથી. આ ઓપરેશનને તબીબી ભાષામાં સમજાવતા ડો. રાઠોડ કહે છે કે, આ ગરદન પરની ગાંઠનું નિદાન સ્ટ્ઠઙ્મૈખ્તહટ્ઠહં ઁીિૈॅરીટ્ઠિઙ્મ દ્ગીદિૃી જીરીટ્ઠંર ્‌ેર્દ્બિ તરીકે થયું હતું. સરળ ભાષામાં તેને ચેતાતંતુમાં થતુ સારકોમા તરીકે ઓળખાવી શકાય. ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વડા ડૉ. શશાંક પંડ્યા તેમની તબીબી ટીમની કામગીરીને બિરદાવતા કહે છે કે, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ ગરીબ દર્દીની સફળતાપૂર્વક સર્જરી કરી ડો. પ્રિયાંક અને તેમની ટીમે સંસ્થાને ગૌરવ અપાવ્યું છે. ડો. પંડ્યા આ ઓપરેશન અંગે સંતોષનો ભાવ વ્યક્ત કરતા કહે છે ઃ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ કૅન્સરથી પીડાતા અનેક ગરીબ દર્દીઓના વિના મૂલ્યે ઓપરેશન થાય ત્યારે તે મનને સંતોષ આપે છે. આમ, સોનલબહેની સર્જરી થકી ગુજરાત કૅન્સર રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટના તબીબોએ પુરવાર કર્યું છે કે, આજે પણ લાખો ગરીબ દર્દીઓ માટે સરકારી હોસ્પિટલ આશાનું કિરણ બની રહે છે..

Related posts

અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશનના પાપે લોકોમા રોગચાળો ફાટી નીકળ્યો. યોગ્ય નિકાલ નહીં કરવામા આવે તો ઊગ્રઆંદોલનની ચીમકી.

saveragujarat

અમદાવાદની એલજી મેડિકલ કોલેજનું નવું નામાકરણ મોદી મેડીકલ કોલેજ કરાશે

saveragujarat

પેટ્રોલ-ડિઝલમાં રાહત મળશે ?

saveragujarat

Leave a Comment