Savera Gujarat
Other

ઇડરના વર્ષો જૂના બાયપાસ રોડની સમસ્યાનું ટૂંક સમયમાં નિરાકરણ કરાશે ઃ હિતુ કનોડીયા

સવેરા ગુજરાત, ઇડર તા. ૦૪
ઈડર શહેરમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જેનું મુખ્ય કારણ છે પાર્કિંગની વ્યવસ્થા અને ઈડરનો બાયપાસ રોડ જે સમસ્યાનું ટૂંક સમયમાં નિરાકરણ આવશે તેમ ઇડરના ધારાસભ્ય હિતુ કનોડીયાએ જણાવ્યું છે.
ઈડર શહેરમાંથી એક બાજુ અંબાજી તરફ જતા વાહનો ત્યારે બીજીબાજુ હિંમતનગર અને અમદાવાદ તરફ જતા વાહનો અવરજવર કરી રહ્યા છે અને સ્થાનિક લોકો અને આસપાસના ગામડાઓના લોકોના વાહનોના પસાર થવાના કારણે શહેરના રોડ પર ટ્રાફિક જામ લાગે છે છેલ્લા કેટલાય સમયથી ઈડર શહેરમાં ટ્રાફિક સમસ્યાઓ માટે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ અંગે ઈડર વડાલીના ધારાસભ્ય હિતુભાઈ કનોડિયાના જણાવ્યા પ્રમાણે ઈડરને બાયપાસ રોડનુ સપનું નજીકના સમયમાં પુરુ થવાનુ છે અને જે ઈડરની ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન હતી તે હલ થવા જઈ રહી છે અને જાે આ બાયપાસ થઈ જશે તો સોનાનો સુરજ ઉગ્યા સમાન લોકો હર્ષની લાગણી અનુભવશે અત્રે ઉલ્લેખનીય છેકે બાયપાસ રોડ માટે કેટલાય વર્ષોનો આ પ્રશ્ન ઈડર વડાલીના ધારાસભ્ય હિતુભાઈ કનોડિયાની અથાગ પ્રયત્નોથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસથી ઈડરની પ્રજાનું સપનું સાકાર થશે.

Related posts

જામીન માટે પૈસાના અભાવે જેલમાં સબડતા ગરીબ કેદીઓને મોટી રાહત

saveragujarat

સેન્સેક્સમાં ૧૩૯, નિફ્ટીમાં ૩૧ પોઈન્ટનો ઘડાટો જાેવાયો

saveragujarat

ગુજરાતમાં આગામી ૫ દિવસ અતિભારે વરસાદ રહેશે! અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના

saveragujarat

Leave a Comment