Savera Gujarat
Other

પેટ્રોલ-ડિઝલમાં રાહત મળશે ?

રાજકોટ,તા. 13
દેશમાં લાંબા વખતથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. હવે વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 100 ડોલરની નીચે ઉતરી જતા પેટ્રોલીયમ ચીજોમાં રાહત મળવાનો આશાવાદ સર્જાયો છે. રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધના આરંભ વખતથી વિશ્વસ્તરે ક્રૂડના ભાવ સળગી રહ્યા છે અને થોડા વખત પૂર્વે 125 ડોલરને પણ વટાવી ગયા હતા. ભારતમાં ભાવ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચ્યા હતા.
તેને પગલે મોંઘવારી ફૂંફાડા મારવા લાગી છે. પેટ્રોલ-ડીઝલમાં લોકોને રાહત આપવા છેલ્લા એક વર્ષમાં બે વખત એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. છતાં વિશ્વસ્તરે ક્રૂડ તેજી જ દર્શાવતું હોવાથી વધુ કોઇ રાહત મળતી નથી. હવે વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડમાં મંદી શરુ થઇ હોયતેમ ફરી વખત ભાવ ગગડીને 100 ડોલરની નીચે ઉતરી ગયો હતો. આજે સવારે 99.43 ડોલર સાંપડ્યો હતો. કોમોડીટી એક્સચેન્જમાં ક્રૂડ વાયદો ગગડીને 73.27 સાંપડ્યો હતો. હવે પેટ્રોલ-ડીઝલમાં રાહત માટે છે કે કેમ તેના પર મીટ છે.

Related posts

૪જી એટલે સાયકલ અને ૫જી એટલે વિમાન આટલો ફરક છે આ બન્નેમાંઃમોદી

saveragujarat

PM MODI ની ગુજરાત મુલાકાતને લઇને તડામાર તૈયારીઓ, જાણો વડાપ્રધાનના કાર્યક્રમની રૂપરેખા

saveragujarat

ગુજરાત પોલીસમાં એડીજી, આઈજી અને ડીઆઈજીની બદલીનો આજે ગંજીફો ચીપાવવાની શક્યતા

saveragujarat

Leave a Comment