Savera Gujarat
Other

હવે ટિ્‌વટરના ઉપયોગ કરવા માટે રૂપિયા ચુકવવા પડશે?

સવેરા ગુજરાત, નવી દિલ્હી,તા.૪
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટરના માલિક હવે દુનિયાના સૌથી અમિર ઈલોન મસ્ક બની ગયા છે. ટિ્‌વટરના દુનિયામાં કરોડો યુઝર્સ છે. જેની કમાન પોતાના હાથમાં લેવાના થોડા જ દિવસોમાં ઈલોન મસ્કે મોટી જાહેરાત કરી છે. તેના કારણે ટિ્‌વટરનો ઉપયોગ કરતા લોકોને હવે તેના ઉપયોગ માટે રૂપિયા ચુકવવા પડશે તેવી શંકાઓ થઈ રહી છે. જાેકે ઈલોન મસ્કે કહ્યું છે કે કમર્શિયલ અને સરકારી યુઝરોને જ તેના ઉપયોગ માટે અમુક કિંમત ચુકવવી પડી શકે છે. આ સાથે તેમણે એ પણ વાત કરી છે કે સામાન્ય યુઝર્સ માટે આ પ્લેટફોર્મ હંમેશા ફ્રી રહેશે. ઈલોન મસ્કે આ અંગે ટિ્‌વટ કરતા જણાવ્યું છે કે, ટિ્‌વટર હંમેશા કેઝ્‌યુઅલ યુઝર્સ માટે મફત રહેશે. પરંતુ કોમર્શિયલ અને સરકારી યુઝર્સે તેના વપરાશ માટે થોડી કિંમત ચુકવવી પડી શકે છે. તેમણે ફ્રીમેસન્સનો પણ ઉલ્લેખ કરીને કહ્યું છે કે આખરે તેમનું પતન શાનદાર સેવાઓને લગભગ કશું ના આપવાના કારણે થયું હતું. મસ્કે ૪૪ અબજ ડૉલરમાં ટિ્‌વટર ખરીદીને તેના માલિક બન્યા છે. આ સાથે ટિ્‌વટરમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવી શકે છે અને તેમાંથી કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલ અને પોલિસી હેડ વિજય ગાડ્ડેને હટાવવામાં આપણ આવી શકે છે. કંપનીની કમાન પોતાના હાથમાં લેતા જ મસ્કે ફ્રી સ્પીચની વાત કહી હતી. ટિ્‌વટર પર પક્ષપાતનો આરોપ લાગતો રહ્યો છે. ઈલોન મસ્કના આ નિવેદનને કોઈ બાબત સાથે જાેડીને જાેવામાં આવ્યું હતું. નવા માલિક મસ્કે હાલમાં ટિ્‌વટરના નવા ફીચર્સ જાેડવાની વાત કહી હતી. એક ટિ્‌વટ કરીને તેમણે લખ્યું હતું કે તેઓ એક નવું ફીચર, ઓપન સોર્સ અલ્ગોરિધમ સાથે ટિ્‌વટરને પહેલા કરતા વધારે સારી પ્રોડક્ટ બનાવવા માગે છે. ટિ્‌વટરમાં અપાર સંભાવનાઓ છે. તેઓ કંપની સાથે કામ કરવા માટે ઉત્સુક છે..

Related posts

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

saveragujarat

જમીન રેકોર્ડ-ટ્રાન્સફર એન્ટ્રીમાં ઇ-ધરા કેન્દ્રોમાં વ્યાપક ગેરરીતિ : અધિકારીઓ સામે આકરા પગલાની ચેતવણી

saveragujarat

૩૧૦ હિટ એન્ડ રનમાંથી એક પણ કેસમાં ધરપકડ નહીં

saveragujarat

Leave a Comment