Savera Gujarat
Other

હવે ગુજરાતના ખેડૂતોને રવિ સહિતના બારમાસી પાક માટે ઝીરો ટકા વ્યાજે લોન

સવેરા ગુજરાત/ગાંધીનગર તા.૨૫

રાજ્યના ખેડૂતોને હવેથી બાર માસી પાક માટે ઝીરો ટકા થી સબસીડી લોન મળે તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના સહકાર વિભાગના મંત્રી જગદીશભાઈ પંચાલે આ અંગેની વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે સરકારે રાજ્યના કિસાનોને બાર માસ માટે ઝીરો ટકા એ સબસીડી લોન મળી શકે એ માટે ખાસ ફંડની જોગવાઇ કરવામાં આવી છે. જોકે અત્યાર સુધી માત્ર ખરીફ પાક ઉપર ઝીરો ટકા લોન મળતી હતી.પણ હવેથી રાજ્યના ખેડૂતોને ખરીફ,રવિ સહીત બાર માસના પાક ઉપર ઝીરો ટકા સબસીડી વાળી લોન ઉપલબ્ધ બનશે.જોકે આ યોજનામાં 3 ટકાની સબસિડી કેન્દ્ર સરકાર આપે છે. જયારે રાજ્ય સરકાર 4 ટકા સબસીડી ભોગવશે તેમ જગદીશપંચાલ (સહકાર મંત્રી)એ જણાવ્યું છે.ઉપરાંત તેમણે કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતોને વ્યાજ સહાય માટે કોઈ બોજો ન પડે તે હેતુથી સહકારી બેંક મારફતે 500 કરોડના રીવોલ્વીંગ ફંડની રચના કરી છે જોકે રાજ્યના ખેડૂતોએ વિલંબથી લાભ મળવા અંગેની રજૂઆતો કરતાં કૃષિમંત્રી રાઘવજી પટેલ અને સહકાર મંત્રી જગદીશ પંચાલ ની અધ્યક્ષતા માં મહત્વની બેઠક મળી હતી
જેમાં ગુજરાત રાજ્ય સહકારી બેંકના ચેરમેન અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર બાબતની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં સર્વાનુમતે 135 કરોડ રૂપિયાનો ઉમેરો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું આમ 500 કરોડ ઉપરાંત વધારાના 135 કરોડ રૂપિયાના રકમ ઉપરની વ્યાજ ચુકવણી નો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે જેના કારણે ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો પડશે નહીં તેમ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે સરકારના આ નિર્ણયથી વધુ પાંચ લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે અને હવેથી સમગ્ર વર્ષ માટે એટલે કે બારમાસી પાક વૃદ્ધિ માટે ખેડૂતો લાભ મેળવી શકશે.

Related posts

અરવલ્લી માં આદુનો ભાવ ઐતિહાસિક સપાટીએ કિલોના રૂા.300

saveragujarat

પેટ્રોલ-ડિઝલમાં રાહત મળશે ?

saveragujarat

જામનગરમાં બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા

saveragujarat

Leave a Comment